અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે રજા આપવાની માંગ કરાઇ
અમદાવાદ, અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. ૨૨ જાન્યુઆરીએ મંદિરમાં રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશ-વિદેશના અનેક સંતો અને અન્ય હસ્તીઓ હાજર રહી હતી.
આ બધા વચ્ચે ગુજરાત વીએચપીએ સરકાર સમક્ષ માંગ મૂકી છે.અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. એક ૧૦૮ ફૂટ લાંબી અગરબત્તી, જે અભિષેક પ્રસંગે પ્રગટાવવામાં આવવાની છે, તે પણ ગુજરાતના વડોદરા શહેરમાંથી રવાના કરવામાં આવી છે.
આ પછી વડોદરાથી અયોધ્યા માટે એક વિશાળકાય દીપ પણ મોકલવામાં આવશે. આ બધા વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ એ ગુજરાત સરકાર સમક્ષ માંગણી કરી છે.
આમાં વીએચપીએ રામ મંદિર નિર્માણમાં ગુજરાતના યોગદાનને રેખાંકિત કર્યું છે અને કહ્યું છે કે અયોધ્યામાં અભિષેકના દિવસે એટલે કે ૨૨ જાન્યુઆરીએ રાજ્યમાં રજા જાહેર કરવામાં આવવી જાેઈએ.
વીએચપીના વરિષ્ઠ નેતા અશોક રાવલે જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે ગુજરાત સમગ્ર દેશમાં આ પહેલ કરે અને આ દિવસે તમામ શાળાઓ, કોલેજાે અને ઓફિસો બંધ રાખવામાં આવે, જેથી દરેક અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ જાેઈ શકે.
વિશ્વ હિન્દુ પરિષદની માંગને ગુજરાતના શક્તિશાળી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. SS3SS