સુરતના વિદ્યાર્થીઓએ બીચની સફાઈ માટે રોબોટનો આવિષ્કાર કર્યો
સુરત, ગુજરાત પાસે ૧,૬૦૦ કીમીનો દરિયા કિનારો મળ્યો છે. ગુજરાતના દરિયા કિનારે અનેક બીચ પણ આવેલા છે. બીચના કારણે પ્રવાસીઓ પણ હોંશે હોંશે દરિયા કિનારાનો પ્રવાસ માણતા હોય છે. પ્રવાસી ઘસારાને પગલે બીચને સ્વચ્છ રાખવાના પ્રશ્ન મોખરે હોય છે.
ત્યારે બીચ ને સ્વચ્છ રાખવા માટેનો તોડજાેડ માટે વિદ્યાર્થીઓ શોધ્યો છે. બીચ સ્વચ્છ રહે તે માટે યુનિક રોબોટ બનાવ્યો છે.ગુજરાત પાસે ૧૬૦૦ કિલોમીટર દરિયા કિનારો છે,આ દરિયા કિનારે અનેક બીચ વિકસ્યા છે. જે પ્રવાસી માટે આકર્ષણ ઉભુ કરી રહ્યા છે. વધતા પ્રવાસીઓ બીચમાં ઘસારાને કારણે હવે બીચ પર સ્વચ્છતા ના પ્રશ્નો ઉદભવી રહ્યા છે.
બીચ સ્વચ્છ રહે તે માટેનું બીડું સુરતની સરદાર પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ના વિદ્યાર્થીઓ ઝડપ્યું. જેમાં સરદાર પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ માં અભ્યાસ ૧૨ જેટલા વિદ્યાર્થીઓ બીચ સફાઈ કરતો રોબોટ બનાવ્યો છે. જેનું નામ વિદ્યાર્થીઓ સ્વીપ આપ્યું છે.
આ સ્વીપ નામનાં રોબોટને કમાન્ડ અને કંટ્રોલ આપવાની સાથે બીચમાં રહેલા પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો એકઠો કરીને બીચ સફાઈ કરે છે. આ સ્વીપ રોબોટ નજીવા સમયમાં ઘણા ખરા વિસ્તારની સફાઈ કરી લે છે. દોઢ લાખના ખર્ચે એક વર્ષની મહેનતથી સ્વીપ નામનો રોબોટ એન્જિનિયર ક્ષેત્રે કરતાં વિદ્યાર્થીઓએ બનાવ્યો છે.
આ રોબર્ટ પ્રાઇવેટ બીચ હોય કે અન્ય કોઈ દ્વારા ડેવલપમેન્ટ કર્યો બીચ હોય ત્યાં સફાઈ ના ઉદ્દેશ્ય સાથે રોબોટ બનાવ્યો છે. રોબોટની ખાસિયત એ છે કે જે સેન્સરના માધ્યમથી કાર્યરત રહેશે જ્યાં પણ બીચમાં કચરો હોય છે. તે કચરો ઉઠાવીને તેનું બાયફરકેશન કરીને બીચને સ્વચ્છ રાખવાનું કામ કરે છે.
મહત્વનું છે કે આ રોબોટ સેન્સર થકી કચરાની ઓળખ કરે છે. અને અને તે કચરાને એકઠો કરી લે છે, રોબોટે એકઠો કરેલો કચરો જેમાંથી પ્લાસ્ટિક ખાદ્ય સામગ્રી હોય કે પછી નાળિયેર સહિતની વસ્તુ હોય તેનું બાયફર્ગેશન પણ કરવાનું કામ કરે છે. હાલ તો વિદ્યાર્થીઓ અવનવા ઇનોવેશન કરી રહ્યા છે.
અવનવા ઇનોવેશન થકી નવી રાહ અને નવી દ્રષ્ટિ દેશભરમાં આપી રહ્યા છે. જે માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા વિદ્યાર્થીઓ સ્વિપ નામનો રોબોટ બનાવે છે. જે આવનારા દિવસો ની અંદર બીજ સાફ કરતા નજરે પડે તો નવાઈ નહીં. હાલ તો આ વર્કિંગ મોડેલ જે છે તેની પેટર્ન લેવા માટેની તજવીજ વિદ્યાર્થીઓએ હાથ ધરી છે. સ્વીપ નામનો રોબર્ટ હાલ અમદાવાદ સાયન્સ સીટી ખાતે લોકો નિહાળી શકે તે માટે મુકાયો છે. SS3SS