Western Times News

Gujarati News

અમરેલીમાં મામલતદાર કચેરીઓમાં આધારકાર્ડની કામગીરી આજથી બંધ

અમરેલી, અમરેલી જિલ્લામાં મામલતદાર કચેરીઓમાં આધારકાર્ડની કામગીરી આજથી બંધ કરવામાં આવી છે. ખાનગી એજન્સીઓ દ્વારા આધારકાર્ડની કામગીરી કરનારા ઓપરેટરોના ૫ મહિના કરતા વધુ સમયથી પગાર નથી થયો. પગાર નહીં થતા આજે અમરેલી જિલ્લામાં તમામ તાલુકા મથકની મામલતદાર કચેરીના ઓપરેટરો હડતાળ પર ઉતરી ગયા છે.

આધાર કાર્ડની કામગીરી બંધ હડતાળના કારણે અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સામે પણ અરજદારોમાં નારાજગીનો માહોલ છે.

જાે તમે તાજેતરમાં તમારું રહેઠાણ બદલ્યું છે અને હવે આ નવા સરનામે રહેશો, તો તમારે તમારું આધાર કાર્ડ પણ અપડેટ કરાવવું જાેઈએ. જેથી તમારે સરકારી ઓફિસોમાં જવું ન પડે, આજે અમે તમને આધાર કાર્ડમાં એડ્રેસ બદલવાની ઓનલાઈન રીત જણાવવા જઈ રહ્યા છીએ.

તમે તમારા આધાર કાર્ડમાં ઓનલાઈન અથવા ઓફલાઈન એડ્રેસ અપડેટ કરી શકો છો. સૌથી સહેલો રસ્તો ઓનલાઈન અપડેટ કરવાનો છે.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ આધાર કાર્ડ યુઝર્સને પીવીસી આધાર બનાવવાની સુવિધા આપી છે. તમે પીવીસી આધાર કાર્ડ માટે ઘરે બેસીને અરજી કરી શકો છો, જે ન તો ઓગળે છે કે ન ફાટે, પરંતુ લાંબા સમય સુધી ચાલશે. માત્ર ૫૦ રૂપિયાની નાની રકમ ખર્ચીને તમે બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

આ લેમિનેટ બેઝ જેટલું મજબૂત નથી, પરંતુ પોલિવિનાઇલ ક્લોરાઇડ કાર્ડ એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેટલું મજબૂત છે. તમે તેને સરળતાથી તમારા વોલેટમાં રાખી શકો છો.એક નંબર પરથી તમામ સભ્યો માટે પીવીસી આધાર કાર્ડ મંગાવવું પણ ખૂબ જ સરળ છે. તમે ઘરે બેઠા મોબાઈલ કે લેપટોપની મદદથી પીવીસી આધાર કાર્ડ માટે અરજી કરીને મેળવી શકો છો.

આ આધાર કાર્ડ ઓર્ડર કરવા માટે ખર્ચવામાં આવેલા ૫૦ રૂપિયામાં સ્પીડ પોસ્ટનો ખર્ચ પણ સામેલ છે. જાે તમે તમારા સિવાય તમારા પરિવારના અન્ય સભ્યો માટે પીવીસી કાર્ડનો ઓર્ડર આપવા માંગો છો, તો તમારે અલગ-અલગ નંબર પરથી કૉલ કરવાની જરૂર નથી, બલ્કે એક જ નંબર પરથી ઓર્ડર કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.