વડોદરાની શાળામાં વિદ્યાર્થી પર ધારદાર બ્લેડ વડે હુમલો
વડોદરા, આમ તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય ઝઘડો કે તકરાર થવી એ સામાન્ય બાબત છે પરંતુ શહેરની એક શાળામાં આજે બે વિદ્યાર્થીઓ વચ્ચે એવી ઘટના ઘટી કે નજરે જાેનાર અન્ય વિદ્યાર્થીઓ ઘટનાને જીવનમાં ક્યારેય પણ નહિ ભૂલી શકે.
સામાન્ય રીતે શાળામાં વિદ્યાર્થીઓના ખિલખિલાટનો અવાજ સાંભળવા મળતો હોય છે પરંતુ શહેરના નાગરવાડા સ્થિત જીવન સાધના સ્કૂલમાં આજે વિદ્યાર્થીઓની ચિખો સાંભળવા મળતા સ્થિતિ તંગ બની હતી.
સમગ્ર મામલે જાે વિસ્તારથી વાત કરીએ તો જીવન સાધના સ્કૂલમાં ધોરણ ૪ માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. અને બાદમાં રમકડાંથી રમવાની ઉંમરે એક વિધર્મી વિદ્યાર્થીએ ધારદાર બ્લેડ વડે ખૂની ખેલ ખેલી નાખ્યો હતો. જાેકે ઘટનાને નજરે જાેનાર વિદ્યાર્થીઓ જ્યારે શાળાના આચાર્યને આ મામલે ફરિયાદ કરવા ગયા ત્યારે ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓને વિધર્મી હુમલાખોર વિદ્યાર્થીના વાલીઓ દ્વારા માર મરાયો હોવાના આક્ષેપ કર્યા હતા.
જીવન સાધના સ્કૂલમાં એક વિધર્મી વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર બ્લેડ વડે હુમલો કર્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ પણ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા અને શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટીને આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી પરંતુ સ્કૂલના ટ્રસ્ટીએ જાણે કોઈ ઘટના બની જ ન હોય તેમ સમગ્ર ઘટનાને હળવાશથી લીધી હતી.
વિદ્યાર્થી પર હુમલાની ઘટનાને સામાન્ય ગણાવી વાલીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. જેના કારણે વાલીઓમાં પણ શાળાના સંચાલકો વિરૂદ્ધ ભારે રોષ જાેવા મળ્યો હતો.
એક વિધર્મી વિદ્યાર્થીએ એક હિંદુ વિદ્યાર્થી પર ધારદાર બ્લેડ વડે હુમલો કર્યો હોવાની જાણ થતાં હિન્દુ સંગઠનો પણ શાળા ખાતે દોડી આવ્યા હતા અને શાળા સંચાલકોને બાનમાં લીધા હતા. બજરંગ દળના આગેવાનો દ્વારા સમગ્ર મામલે તલ સ્પર્શી તપાસ થાય અને જવાબદાર વિદ્યાર્થી સામે દાખલો બેસે તેવા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જાે શાળા સંચાલકો ઘટના પર ભીનું સંકેલવાનો પ્રયત્ન કરશે તો શાળા વિરૂદ્ધ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જીવન સાધના સ્કૂલમાં જે ઘટના બની એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. શાળામાં બનેલી ઘટના કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે એ પેહલા પોલીસે ઘટના સ્થળે પોંહચી સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
પોલીસે ભોગ બનનાર વિદ્યાર્થી તેમજ ઘટનાના સંદર્ભમાં લાગતા વળગતા લોકોના નિવેદનો લઈ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. SS3SS