ઘરેલુ LPG સિલિન્ડરમાં 120 રૂપિયાનો ઘટાડો
નવી દિલ્હી, દેશની મોટી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ નવા વર્ષની ભેટ આપતા એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. એલપીજીના ભાવમાં દર મહિનાના પ્રથમ દિવસે સુધારો કરવામાં આવે છે અને એલપીજી સિલિન્ડરના નવા દરો પણ વર્ષ ૨૦૨૪ના પ્રથમ મહિનાના પ્રથમ દિવસે જારી કરવામાં આવ્યા છે.
કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીનું વર્ષ હોવાથી મોટા કાપની અપેક્ષા હતી. કારણ કે ૨૦૧૯માં પેટ્રોલિયમ કંપનીઓએ ઘરેલુ એલપીજી ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી હતી.
૧૪ કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૨૦.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સિલિન્ડર ૮૦૯.૫૦ રૂપિયાથી ઘટીને ૬૮૯ રૂપિયા થઈ ગયો છે. ઘટાડા બાદ હવે રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત ઘટીને ૧૭૫૫.૫૦ રૂપિયા થઈ ગઈ છે. પહેલા તે ૧૭૫૭ રૂપિયામાં વેચાતો હતો. અગાઉ ૨૨ ડિસેમ્બરે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરીને ગ્રાહકોને ક્રિસમસ અને નવા વર્ષની પ્રી-ગિફ્ટ આપી હતી.
ત્યારબાદ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૩૯.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે બાદ દિલ્હીમાં આ સિલિન્ડરની કિંમત ૧૭૯૬.૫૦ રૂપિયાથી ઘટીને ૧૭૫૭.૫૦ રૂપિયા થઈ ગઈ હતી. ઈન્ડિયન ઓઈલ કોર્પાેરેશન લિમિટેડની વેબસાઇટ અનુસાર, દિલ્હી સિવાય કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૧૮૬૯ રૂપિયા છે, અહીં કિંમતમાં ૫૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જો મુંબઈની વાત કરીએ તો અત્યાર સુધી ૧૯ કિલોનો સિલિન્ડર ૧૭૧૦ રૂપિયામાં મળતો હતો જે ૧લી જાન્યુઆરીથી ૧૭૦૮.૫૦ રૂપિયા થઈ ગયો છે.