રજનીકાંતે ૭૪ વર્ષની ઉંમરે પણ લીડ હીરો બનીને આપી સુપરહિટ ફિલ્મ
મુંબઈ, રજનીકાંતની ઉંમર ઢળી પરંતુ કરિયર પર તેની કોઇ અસર ન થઇ. રજનીકાંત જેલર ફિલ્મમાં હીરો તરીકે આવ્યા અને મોટા-મોટા હીરોની હવા કાઢીને ૬૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લાવ્યા. ડાયરેક્ટર નેલસન દિલીપ કુમારની આ ફિલ્મમાં ૭૪ વર્ષના રજનીકાંતે લીડ રોલ કર્યો હતો.
જેલર ૨૦૨૩ની સૌથી વધુ કમાણી કરનારી ટોપ-૫ ફિલ્મોમાં સામેલ રહી છે. રજનીકાંતે તેની પહેલા ૨૦૨૧માં પણ હીરો તરીકે ફિલ્મ અન્નાથી કરી હતી. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર તહેલકો મચાવ્યો હતો. રજનીકાંતની કરિયર જર્ની પણ ખૂબ જ રસપ્રદ રહી છે. વર્ષ ૧૯૭૫માં ફિલ્મ ‘અપૂર્વા રાગાંગલ’થી રજનીકાંતે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
તેની પહેલા રજનીકાંત બસમાં કંડક્ટરનું કામ કરતાં હતાં. પોતાના ખાસ અંદાજમાં યાત્રીઓની ટિકિટ કાપનાર રજનીકાંત ખૂબ જ ફેમસ કંડક્ટર હતાં. તે બાદ રજનીકાંતે ફિલ્મોની યાત્રા શરૂ કરી અને થોડા જ વર્ષોમાં સુપરસ્ટાર બની ગયાં. હવે રજનીકાંત દેશના એકમાત્ર સુપરસ્ટાર છે જે ૭૪ વર્ષની ઉંમરમાં પણ હીરો તરીકે ફિલ્મો રિલીઝ કરાવે છે.
ચોંકાવનારી વાત એ છે કે ૭૪ વર્ષની ઉંમરમાં પણ રજનીકાંતનો જલવો ઓછો નથી થયો. આજે પણ દક્ષિણ ભારતમાં લોકો રજનીકાંતને મસીહા માને છે. સિનેમાના આ લેજેન્ડને બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ નમન કરે છે. શ્યામ વર્ણ, ઓછા વાળ અને વૃદ્ધ ચહેરો પણ જ્યારે સ્ક્રીન પર હીરો બને છે તો પબ્લિક મન ભરીને સીટીઓ મારે છે. રજનીકાંતના ક્રેઝનો એક પુરાવો એ છે કે તેના નામે મંદિર પણ બનેલા છે. રજનીકાંતની દિવાનગી ફિલ્મની રિલીઝ પહેલા જ જોવા મળે છે.
થિયેટર્સમાં રજનીકાંતના પોસ્ટર્સ પર ફેન્સ આજે પણ રિલીઝ પહેલા દૂધથી અભિષેક કરતાં જોવા મળે છે. ૭૪ વર્ષના સુપરસ્ટાર રજનીકાંત આજે પણ લીડ હીરોમાં સારા-સારા યંગસ્ટર્સને ધૂળ ચટાડે છે.SS1MS