Western Times News

Gujarati News

રણદીપ હુડ્ડાએ રોમેન્ટિક અંદાજમાં ૨૦૨૩ને કહ્યું અલવિદા

મુંબઈ, હાઇવે ફેમ એક્ટર રણદીપ હુડ્ડાએ થોડા દિવસો પહેલાં લગ્ન કર્યા છે. રણદીપ હુડ્ડાના લગ્ન આ વર્ષે ખૂબ ચર્ચામાં રહ્યા. મણિપુર મૈતઇ સમુદાયના રિતી રિવાજો અનુસાર રણદીપ હુડ્ડા અને લિન લેશરામે લગ્ન કર્યા હતા. જો કે લગ્નની તસવીરો સોશિયલ મિડીયામાં છવાઇ ગઇ છે.

ત્યારબાદ કપલનું ગ્રાન્ડ રિસેપ્શન થયુ હતુ. જો કે લગ્ન પછી પહેલી વાર નવુ વર્ષ બન્ને એક સાથે મનાવી રહ્યા છે. હાલમાં રણદીપ હુડ્ડાએ એની લવિંગ વાઇફની સાથે કેટલીક તસવીર શેર કરી જે હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. નોંધનીય છે કે રણદીપ હુડ્ડા પત્ની લિન લેશરામ સાથે નવા વર્ષના સેલિબ્રેશન માટે કેરળ પહોંચ્યા છે, જ્યાંથી મસ્ત તસવીરો ફેન્સ માટે શેર કરી છે.

રણદીપ હુડ્ડાએ વર્ષ ૨૦૨૩નો છેલ્લો દિવસ એટલે કે ૩૧ ડિસેમ્બરના રોજ પત્ની લિન લેશરામ સાથે વેકેશનના બે ફોટા શેર કર્યા છે જેમાં પહેલા ફોટામાં રણદીપ હુડ્ડા લિનની સાતે સેલ્ફી લેતો નજરે પડી રહ્યો છે. જ્યારે બીજી તસવીરની વાત કરવામાં આવે તો કપલ કેરળમાં સનસેટની મજા લેતા દેખાઇ રહ્યા છે.

આ તસવીરોમાં કપલનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરો શેર કરતા રણદીપ હુડ્ડાએ કેપ્શનમાં લખ્યુ છે કે ૨૦૨૩નું લાસ્ટ સૂર્યાસ્ત. રણદીપ હુડ્ડાની આ તસવીર સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. જો કે આ તસવીર ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે. આ તસવીરમાં રણદપી અને લિનનો અંદાજ તમને એક નજરે ગમી જાય એવો છે.

ફેન્સને કપલની કેમેસ્ટ્રી ખૂબ પસંદ પડી રહી છે. તમને જણાવી દઇએ કે મણિપુરની રાજધાની ઇમ્ફાઇલના ચુમથાંગ શન્નાપુંગ રિસોર્ટમાં રણદીપ અને લીન લેશરામના લગ્ન થયા. લગ્નની દરેક રસમો આ રિસોર્ટમાં થઇ છે. અભિનેતા રણદીપ હુડ્ડા અને લીન લેશરામ પારંપરિક મેતઇ ટ્રેડિશન અનુસાર લગ્નના બંધનમાં બંધાયા.

૨૦ ઓગસ્ટ ૧૯૭૬ના રોજ જન્મેલા ચૌધરી રણદીપ સિંહ હુડા લાંબા સમયથી લિવ ઇન રિલેશનશિપમાં હતો. ૪૭ વર્ષના રણદીપે પાછલા દિવસોમાં પોતાના લગ્નને લઇને હિંટ આપી હતી. પરંતુ લિન મણિપુરની રહેવાસી હોવાથી રણદીપે મણિપુરી અંદાજમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લિન લેશરામનો જન્મ ૧૯ ડિસેમ્બરે ૧૯૮૫એ થયો હતો. લિન રણદીપ કરતાં ૧૦ વર્ષ નાની છે અને તે બિઝનેસવુમન, એક્ટ્રેસ અને મોડેલ છે. લિન હાલમાં જ ફિલ્મ ‘જાને જાન’માં જોવા મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.