રેડ સીમાં યુએસ અને ઈરાનના યુદ્ધ જહાજના સામનાની શક્યતા
તેલ અવીવ, ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં હમાસનુ સમર્થન કરી રહેલા ઈરાન સમર્થિત બળવાખોર હૂતી જૂથ રેડ સીમાં આતંક મચાવી રહ્યુ છે.
વેપારી જહાજાેને ડ્રોન અને મિસાઈલ વડે ટાર્ગેટ કરી રહેલા હૂતી જૂથને રોકવા માટે અમેરિકાએ પોતાના યુધ્ધ જહાજાેને આ વિસ્તારમાં તૈનાત કર્યા છે પણ હવે રેડ સીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ આગામી દિવસોમાં સર્જાઈ શકે છે.
કારણકે રવિવારે અમેરિકાએ હૂતી જૂથ પર હુમલો કર્યો હતો અને એ પછી હવે ઈરાનનુ યુધ્ધ જહાજ રેડ સીમાં પહોંચ્યુ છે અને તેના કારણે અમેરિકાના યુધ્ધ જહાજ અ્ને ઈરાનના યુધ્ધ જહાજનો આમનો સામનો થવાની શક્યતા વધી ગઈ છે.
રવિવારે હૂતી બળાખોરોએ યમન પાસે એક માલવાહક જહાજ પર ચઢવાની કોશિશ કરી હતી. હૂતી બળવાખોરો ચાર બોટમાં બેસીને જહાજ પાસે પહોંચ્યા હતા. એ પછી આ જહાજે મદદ માંગી હતી.
જેના પગલે અમેરિકન એર ક્રાફ્ટ કેરિયર આઈઝનહોવર સ્ટ્રાઈક ફોર્સમાં સામેલ જહાજનુ એક હેલિકોપ્ટર આ માલવાહક જહાજની મદદે પહોંચ્યુ હતુ. જેણે ત્રણ બોટોનો ખાત્મો બોલાવી દીધો હતો . અમેરિકાએ કરેલા પ્રહારમાં ૧૦ બળવાખોરોના મોત થયા હોવાનુ મનાય છે. જ્યારે એક બોટમાં બેઠેલા બળવાખોરો નાસી છૂટયા હતા.
આ ઘટના બાદ ઈરાનનુ યુધ્ધ જહાજ હવે રેડ સીમાં દાખલ થયુ છે અને ઈરાની મીડિયાએ પણ આ વાતને સમર્થન આપ્યુ છે. જાેકે ઈરાનનુ કહેવુ છે કે, ૨૦૦૯થી રેડ સીમાં વેપારી જહાજાેની સુરક્ષા માટે ઈરાનના જહાજાે પેટ્રોલિંગ કરતા હોય છે. SS2SS