આરોગ્યકર્મીઓએ 30 આયુષ્યમાન કાર્ડ કાઢતા ૮ પરિવારના બે-બે રેશનકાર્ડ

પ્રતિકાત્મક
તળાજામાં અનેક બોગસ રેશનકાર્ડનું કૌભાંડ સામે આવ્યું !
તળાજા, તળાજાની મામલતદાર કચેરીના ભ્રષ્ટકમીઓના કારણે અનેક બોગસ રેશનકાર્ડ નીકળ્યાના આરોપ સાથે ભુતકાળમાં મુખ્યમંત્રી સુધી તપાસની માગ કરવામાં આવી છે. તેમ છતાંય આજ સુધી કોઈ જ નકકર કાર્યવાહી થઈ નથી ! ત્યારે તળાજાના આરોગ્યકર્મીઓ દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢવાની જે કામગીરી ચાલી રહી છે.
તેમાં ભૂતકાળમાં લાગેલ આરોપોની પુષ્ટિ કરતી ચોકાવનારી બાબત સામે આવી છે. જેમાં એક જ પરીવારના સભ્યોના બે બે રેશનકાર્ડ નીકળ્યા હોય અને તે પણ સરકારી દફતરે નોધાયા છે.
હાલ સરકાર દ્વારા ઘરે ઘરે જઈ આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી સોપવામાં આવી છે. જેમાં તળાજાના સરતાનપર રોડ પરની સોસાયટી વિસ્તારમાં એક ટીમ ત્રીસ જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢયા તેમાં આઠ જેટલા પરીવારો એવા સામે આવ્યા કે પરીવારના સભ્યોના બે બે રેશનકાર્ડમાં નામ બોલતા હોય ! આ આંકડાની ટકાવારી જોતા મોટા પ્રમાણમાં બોગસ રેશનકાર્ડ નીકળ્યા હોવાનું અંદાજ લગાવવામાં આવે છે.
ચોકકસ વ્યકિતઓએ જવાબદાર અધિકારીની મદદથી દેશની સાથે ગદારી કર્યા અને સઘન તપાસ માગી લે તેવી જાણકાર સુત્રો દ્વારા લાગણી વ્યકત કરવામાં આવી રહી છે. આરોગ્યકર્મીઓને કામગીરી સમયે બોગસ રેશનકાર્ડની ચોકાવનારી વિગતો સામે આવ્યા બાદ તળાજા મામલતદારએ જણાવ્ય્ું હતું કે આ વિષયને લઈને તપાસ કરવામાં આવશે.
RTI એકટીવીસ્ટ ઘનશ્યામસિંહ સરવૈયાએ જીલ્લા પોલીસ વડાને પોસ્ટ અને વ્હોટશેપના માધ્યમથી મામલતદાર કચેરીમાંથી નીકળતા બોગસ રેશનકાર્ડ બાબતે ફરીયયાદ કરી તપાસની માગ કરી હતી.જેને લઈ અરજદારને તળાજા પોલીસ નિવેદન માટે પણ બોલાવ્યા હતા. બાદ આ બાબતને પણ આજે છ માસ થયા છતાંય કોઈજ નકકર પગલાં લેવામાં આવ્યા નથી.