૨૦૨૪ ને પગલે એક જ દિવસમાં ૭ લાખ કરોડ રૂપિયાના એમઓયુ થયા
અમદાવાદ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત વાઈબ્રન્ટ સમિટ આગામી ૧૦મી જાન્યુઆરીથી ૧૨મી જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર પાસે યોજાશે. ગુજરાતમાં યોજનાર આ વાઈબ્રેન્ટ સમિટ ૧૦મી વાઈબ્રેન્ટ સમિટ છે. ત્યારે વાઈબ્રન્ટ સમિટને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કારણ કે વાઈબ્રન્ટ ગુજરાત પહેલા રેકોર્ડબ્રેક એમઓયુ એમઓયુ થયાં છે.
જેના યશ પરિણામ સ્વરૂપે રાજ્યમાં નવી રોજગારી સહિત અનેક લાભો થશે. વાઈબ્રન્ટ ગુજરાત અમિટને લઈને ઉત્સાહનો માહોલ છે. પહેલા રેકોર્ડબ્રેક એમઓયુ થયાં છે. એક જ દિવસમાં ૭ લાખ કરોડ રૂપિયાના એમઓયુ હોવાનું સાત્ત્વર સામે આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ઉપસ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ ૧૦.૩૧ લાખ કરોડના એમઓયુ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
લગભગ પહેલીવાર એવું થયું કે કે વાઈબ્રન્ટ સમિટ યોજાઈ તે પહેલા જ કરોડોના એમઓયુ થયા છે. નોંધનિય છે કે એક જ દિવસમાં થયેલા એમઓયુ પૈકી ૩.૭૦ લાખ રોજગારી સર્જન મળવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.નોંધનીય છે કે ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન પણ ખાસ ઉપસ્થિત રહેશે.
આ સિવાય મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસી, રશિયાના એક વરિષ્ઠ મંત્રી સહિત અને નામી દિગ્ગજાે ગુજરાતના આંગણે આવશે અને મહેમાન બનશે. સાથે જ સમિટ ૨૦૨૪માં અંદાજે એક લાખ જેટલા લોકો આવાની સંભાવના છે. ત્યારે આ સમિટ યોજાઈ તે પહેલા જ સીએમની ઉપસ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ ૧૦.૩૧ લાખ કરોડના એમઓયુ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
નોંધનિય છે કે ગુજરાતમાં દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ છે. આ વખતે આ ૧૦મી ગુજરાત વાઈબ્રન્ટ સમિટ છે.. આ ગુજરાત વાઈબ્રેન્ટની શરૂઆત વર્ષ ૨૦૦૩માં ભારતના વડાપ્રધાન (તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી) નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ હતી. સમિટમાં દુનિયાભરમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ગુજરાત આવી રહ્યા છે.. જૂનાં તમામ રેકૉર્ડ બ્રેક થાય તેવું જાેવા મળી રહ્યું છે. SS3SS