Western Times News

Gujarati News

સુરતના વેપારીઓ ૩૧,૫૦૦ કિલો ગાયનું ઘી અયોધ્યા રામ મંદિરના મહાયજ્ઞમાં મોકલશે

સુરત, ભગવાન શ્રી રામનું અયોધ્યામાં ભવ્ય મંદિર આગામી ૨૨ જાન્યુઆરીએ ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે ત્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વેપારીઓ દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા સમયે કરવામાં આવતા યજ્ઞમાં આહુતિ માટે ૩૧,૫૦૦ કિલો ગાયના શુદ્ધ ઘી નું યોગદાન આપવાના છે જેને લઇને સુરતના કાપડ વેપારીઓમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભગવાન રામનું મોટું મંદિર નિર્માણ પામી રહ્યું છે.

આગામી ૨૨ જાન્યુઆરીએ આ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેને લઇને દેશભરમાં ભગવાન રામના મંદિરને લઈને લોકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. લોકો આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં પોતાનું કોઈને કોઈ વસ્તુનું યોગદાન આપી રહ્યા છે ત્યારે સુરતના કાપડ વેપારીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જાેવા મળે છે. અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ૧૦૦૮ કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાયજ્ઞને કારણે દેશભરમાંથી સેવાભાવી-ધાર્મિક સંસ્થાઓ, લોકો તરફથી યથાશક્તિ ફાળો, ફંડ આપવામાં આવી રહ્યું છે. મૂળ રાજસ્થાનના વેપારીઓ દ્વારા ભગવાન રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અયોધ્યામાં મહા યજ્ઞમાં આહુતિ માટે જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્ય મહારાજના સાંનિધ્યમાં સુરત શહેરના હિન્દુ સમાજના લોકો દ્વારા ૩૧,૫૦૦ કિલો ઘી મોકલવાનો સંકલ્પ કરાયો છે.

શહેરના રાજસ્થાની સમુદાયના કાપડ વેપારીઓ, ગૌભક્તો એવા અમિત શર્માં, નંદુ ઉપાધ્યાય, લલિત શર્મા, કૈલાશ અગ્રવાલ સહિતનાઓ દ્વારા ઘીની રાશિ એકત્રિત કરીને રાજસ્થાન મોકલવાનું આયોજન કરાયું છે.

અંદાજે ૨૦૦ જેટલા વેપારીઓએ ફાળો આપવામાં ઉત્સાહ દેખાડયો હતો અને હવે આ રાશિ રાજસ્થાન મોકલવામાં આવશે. અને રાજસ્થાનથી ઘીની ખરીદી કરી આ ઘી અયોધ્યા ખાતે મોકલવામાં આવશે. રામ લલાના અભિષેકના ૫ દિવસ પહેલાથી જ સેવા આપવા માટે ભક્તોની ભીડ ઉમટી પડશે. અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ચાલી રહેલી મેરેથોન તૈયારીઓમાં સુરત પણ ફાળો આપી રહ્યું છે.

સમગ્ર દેશ સહિત વિદેશમાં રહેતા રામના વ્હાલા ભક્ત આયોધ્યા પહોંચશે. જેમના માટે અદભુત આયોજન કરાશે. રાજસ્થાનથી અયોધ્યા મહાયજ્ઞ માટે ગાયનું શુદ્ધ ઘી મોકલવામાં આવશે. વેપારીઓમાં મહાયજ્ઞની તૈયારીઓને લઇને હરખની હેલી જાેવા મળી હતી. તે સાથે આવનારા દિવસોમાં અન્ય ધાર્મિક કાર્યો કરવાની કવાયત સુરત ખાતે પણ જાેવા મળશે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.