Western Times News

Gujarati News

કોસંબામાં દુકાનદારે વ્યાજખોરોનાં ત્રાસથી આખરે ઝેરી દવા પીધી

સુરત, સુરતનાં કોસંબામાં મોબાઈલની દુકાનદારે વ્યાજખોરોનાં ત્રાસથી ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પીડીત અમીન મૂલતાનીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યારે યુવકે સુસાઈડ નોટમાં ૧૦ જેટલા વ્યાજખોરોનાં નામ લખ્યા છે. યુવકે નાસીર શેખ, શાફીન પઠાણ, સીદ્દીક શેખ સહિતના વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો છે.

ત્યારે પોલીસમાં અનેક અરજી છતા કાર્યવાહી ન થવાનો વેપારીઓ આક્ષેપ છે. ૫ વર્ષમાં ૫૦ લાખ જેટલી રમક લેણદારોને ચૂકવી હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ તો આ સમગ્ર મામલે કોસંબા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બાબતે વીડિયોમાં યુવક અમીન મુલતાનીએ જણાવ્યું હતું કે, હું ઘણા સમયથી કોસંબા મુકામે રહુ છું અને મોબાઈલની દુકાન ચલાવું છું. થોડા સમય પહેલા મને પૈસાની જરૂર હોઈ મેં બે-ત્રણ વ્યક્તિ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા.

તેની ઉપરની રકમનાં પૈસા મેં આપ્યા છે. તેમ છતા પણ આજની તારીખમાં તેઓ મારી પાસે અવાર નવાર પૈસાની માંગણી કરે છે. મેં એ લોકો પાસેથી એક લાખ રૂપિયા લીધા હતા. ત્યારે હાલમાં તેઓ મારા ત્રણ ત્રણ લાખ રૂપિયાનાં ચેક બાઉન્સ કરે છે.

ત્રણ લાખ રૂપિયા માંગે છે તો હવે હું કેવી રીતે આપું. પૈસા આપી આપીને થાકી ગયો છું. કાલે સાફીર અક્તર પઠાણે મારી સાસરીમાં ફોન કરીને મારા વિશે ઉધું સીધું કીધું છે. અમારા પૈસા લઈ લીધા છે. તેમ કહી મારૂ ઘર તોડાવવાનો પ્રયત્ન કર્યો.

નાસીર રહીમ શેખ પણ થોડા સમય પહેલા મને રસ્તામાં રોકીને કહ્યું હતું કે, તે જે અમારા પર એફઆઈઆર કરી છે. તે પરત લઈ લે. નહી તો તારા હાથ ટાંટીયા તોડી તને ગાયબ કરી દઈશું.

આ બાબતે મેં ઘણી વખત કોસંબા પોલીસ મથકે અરજી કરી પણ મને કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો. આ લોકો અવાર નવાર મારી દુકાને આવીને ધમાલ કરે છે. આ તમામ લોકો મારા મોતનાં જવાબદાર હશે. તેમજ આ લોકોનાં ત્રાસથી હું જીવન ટૂંકાવુ છું. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.