Western Times News

Gujarati News

જામિયા બાદ દિલ્હીના સીલમપુરમાં પણ હિંસક પ્રદર્શન

નવી દિલ્હી, નાગરિક્તા સુઘારા કાયદો(CAA) વિરૂધ્ધ અને જામીયામાં થયેલી ઘટના બાદ હવે નોર્થ ઇસ્ટ દિલ્હીનાં જાફરાબાદમાં પણ આદોલન તેજ થઇ ગયું છે. હજારો લોકો માર્ગો પર ઉતરી આવ્યા છે,અને આ કાયદાનાં વિરોધમાં સુત્રોચ્ચારો કરી રહ્યા છે.હજારો લોકો બેનર અને હાથમાં ઝંડો લઇને માર્ગ પર ઉતરી આવ્યા છે.સ્થિતિ ન બગડે તે માટે પોલીસ ફોર્સ તૈનાત કરાઇ છે.

બપોરે બે વાગ્યે અહીં લોકોની સંખ્યા વધી ગઇ અને લોકો સતત નારાબાજી કરવા લાગ્યા. લોકો જામિયા સંઘર્ષ તમે કરો અમે તમારી સાથે છીએ. અચાનક જ ભીડ ઉગ્ર બની ગઇ અને પોલીસ પર પથ્થરમારો કરવા લાગ્યા,એટલું જ નહીં ગુસ્સે થયેલા દેખાવકારોએ સ્કુલ બસ પર પથ્થર મારો કર્યો.આ પરિસ્થિતીમાં પોલીસે  લાઠીચાર્જ કરવો પડ્યો,ભીડને વિખેરી નાખવા માટે પોલીસે આસું ગેસ પણ છોડ્યો હતો.

જોઇન્ટ સીપી ઇસ્ટર્ન રેંજ આલોક કુમારે કહ્યું કે આજે બપોરે જાફરાબાદમાં લગભગ બે હજાર  લોકો એકઠા થયા છે.પ્રદર્શનકારીઓે સીલમપુર ટી પોઇન્ટથી જાબરાબાદ ટી પોઇન્ટની વચ્ચે પથ્થરમારો કર્યા બાદ આગજની કરી હતી,આલોક કુમારે કહ્યું કે પથ્થરમારા બાદ બે પોલીસકર્મી ઘાયલ થયા હતાં.

પ્રદર્શનનાં કારણે જાફરાબાદ અને સીલમપુરની આસ-પાસનાં ઘણા વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ થઇ ગયો છે,તંગદિલી વચ્ચે 7 મેટ્રોસ્ટેશન બંદ કરવામાં આવ્યા છે. જાફરાબાદ,મૌજપુર અને બાબરપુર પર એન્ટ્રી અને એક્ઝીટ બંધ છે,રેડ લાઇનનાં સીલમપુર અને વેલકમ મેટ્રો સ્ટેશનને બંધ કરાયા છે,દરીયાગંજથી દિલ્હી ગેટની તરફ આવવા અને જવાવાળા રોડ પર ભારે ટ્રાફિક જામ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.