Western Times News

Gujarati News

ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2019માં 32 કંપનીઓ એવોર્ડસથી સન્માનીત

તારીખ ૨૩ જુન ૨૦૧૯ના રોજ ડબલ ટ્રી બાય હિલ્ટન અમદાવાદ ખાતે ક્વૉલિટી માર્ક ટ્રસ્ટ ધ્વારા સાંજે ૫:૩૦ વાગ્યાથી ક્વૉલિટી માર્ક એવોર્ડ્સ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ જેમાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા  તથા  ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા એ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી.

આદરણીય મહેમાન તરીકે ભારત સરકાર પારિલામેન્ટના સભ્ય શ્રી કિરિટભાઈ સોલંકી, મેયરશ્રી અમદાવાદ શ્રીમતી બિજલબેન પટેલ, એમ.એલ.એગુજરાત શ્રી હિતુ કનોડીયા, અને બી.જે.વાય.એમના પ્રમુખ ડૉ. રુત્વિજ પટેલ હાજરી આપી. કાર્યક્રમ ના ખાસ મહેમાન તરીકે બૉલીવુડ અભિનેતા શ્રી આદિત્ય પંચોલી, તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ના શ્રી મયુર વાકાણી અને બોલીવૂડ અભિનેત્રી શ્રીમતી આરતી નાગપાલે હાજરી આપી.

સંસ્થાના પ્રમુખશ્રી હેતલભાઇ ઠક્કરે જણાવ્યું કે નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી ટ્રસ્ટના જ્યુરી સભ્યો કેટલાક ઉમેદવારોને ટેલિફોનિક ઇન્ટરવ્યુ દ્વારા પસંદ કરેછે.  શના જુદા જુદા ભાગોમાં હાજર સંસ્થાઓ ધ્વારા પસંદગી પામેલા ઉમેદવારો અને સંગઠનોની તેમના કાર્ય અને સંસ્થાના આધારે મુલાકાત લેવી જરૂરી છેઅને તેમના ગ્રાહકોને આપવામાં આવતી ગુણવત્તા અને સેવાઓ વિશેની માહિતી એકત્રિત કરવી જરૂરી છે. આ ધ્વારા, તે સંસ્થાની ચોક્કસ ક્ષમતા પણ શોધીશકાય છે.

આ પછી, સંસ્થાના જ્યુરી સભ્યો,  શ્રી ધીરજ રાઠી, ડિરેક્ટર બી.એમ.આર.ટી.એ.ડી.એ., શ્રી નવિન ચોપરા, સી.ઇ.ઓ. એજાઇલ ગ્રુપ, શ્રીમતીમૈથ્લીરામ કૃષ્ણન ભૂતપૂર્વ આર.બી.આઈ. ઓડિટર , શ્રી અરવિંદ વેગડા, વી.પી. ક્વોલિટી માર્ક ટ્રસ્ટ અને ગુજરાતી રોકસ્ટાર, શ્રી નિતલ ઝવેરી, સી.ઇ.ઓ.કન્સેપ્ટ કન્સલ્ટિંગ, આર.કે.રાજપુત એડવોકેટ- ગુજરાત હાઇકોર્ટ, શ્રી ચેતન ત્રિવેદી, ડોક્ટર, શ્રી જે.એમ.કુંભાણી, પ્રમુખ, ઓલ ઇન્ડિયાએ ગ્રી ઇનપુટએસોસિયેશન અને બિલ્ડર કેતન સેઠ ધ્વારા વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા છે.

દેશભરમાં કુલ ૧,૮૦૦ જેટલી જાણીતી કંપનીઓ અને વ્યવસાયિકોએ ક્વૉલિટી માર્ક ટ્રસ્ટની વેબસાઇટ ધ્વારા નોમિનેશનમાં ભાગ લીધો , જેમાંથી લગભગ૧૨૦૦ કંપનીઓ અને ઉદ્યોગપતિઓને ટેલિફોનિક વાર્તાલાપ ધ્વારા પસંદ કરવામાં આવ્યા હતા.

ક્વૉલિટી માર્ક એવોર્ડ્સ માટે ટોચના સહભાગીઓને પસંદકરવા માટે, ૮૦૦ કંપનીઓને ટેલિફોનિક વાર્તાલાપ ધ્વારા પસંદ કરાયેલી કંપનીઓમાંથી શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તે પછી, ક્વૉલિટી માર્ક એવોર્ડ્સ માટેકુલ ૩૫૦ કંપનીઓને નોમિનેટ કરવામાં આવી છે. આમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ અને હરિયાણાના રાજ્યોમાંથી આવતા વેપારીઓનોસમાવેશ થાય છે.  ક્વૉલિટી માર્ક ટ્રસ્ટ ધ્વારા ૯મી આવૃત્તિ ક્વૉલિટી માર્ક એવોર્ડ્સ ૨૦૧૯માં કુલ 32 જેટલા વિજેતાઓને એવોર્ડસ આપી સન્માનીત કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.