Western Times News

Gujarati News

વડોદરામાં સસ્તું ઘી લેવાની લાલચ પાંચ લાખ રૂપિયામાં પડી

વડોદરા, એક કહેવત છે કે, લાલચ એ બુરી બલા છે, એટલે કે વધુ પડતી તમારી લાલચ તમારૂ મોટુ નુકસાન પહોંચાડી શકે છે. તેવી એક ઘટના વડોદરાથી સામે આવી છે, જ્યાં પરિવારે ઘીની લાલચે ઘરેણા ગુમાવ્યા છે.

પરિવારને સસ્તું ઘી લેવાની લાલચ પાંચ લાખ રૂપિયામાં પડી છે. અત્રે જણાવીએ કે, ભાયલી વિસ્તારમાં ઘી વેચવા આવેલી મહિલાએ ૫ લાખના ઘરેણાની ચોરી કરી છે. ૩૦ ડિસેમ્બરે ૩ મહિલાઓ ઘરે આવી સસ્તુ ઘી વેચ્યું હતું. જેઓ બીજા દિવસે દુધ લાવી ઘરમાંથી ૫ લાખના ઘરેણા અને રોકડ લઇ ફરાર થઈ હતી.

જે સમગ્ર ઘટના અંગેની તપાસમાં સોસાયટીના સીસીટીવી ચેક કરતા માલૂમ થયો હતો કે, ઘી વેચવા ફરી રહેલી મહિલા ચોરી કરી છે. મહિલાએ તાંત્રિકવિધિ કરતાં જાતે ઘરેણા સોંપી દીધાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

જાે કે, આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

સાથો સાથ આવી ઘટનાઓને પગલે શહેરની સોસાયટીઓમાં સઘન સુરક્ષાઓ પણ ગોઠવવામાં આવી રહી છે. સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં પરિવારે ફરિયાદ પણ નોંધાવી છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.