હવામાં જ વિમાનનો કાંચ તૂટતા ૧૭૪ મુસાફરોમાં ભારે ફફડાટ
વોશિંગ્ટન, અમેરિકાની અલાસ્કા એરલાઇન્સના એક વિમાનમાં એવી ઘટના બની કે ૧૭૪ યાત્રીઓના જીવ આકાશમાં અધવચ્ચે જ જાેખમમાં મૂકાઈ ગયા હતા.
ઘટના એવી હતી કે ચાલુ ઉડાન દરમિયાન જ હવામાં જ વિમાનનો કાંચ તૂટી ગયો હતો. જેના લીધે ફ્લાઈટમાં હડકંપ મચી ગયું. જાેકે સદભાગ્યે પાયલોટની સમજને કારણે અમેરિકાના ઓરેગોનમાં વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં સફળતા મળી.
જાેકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા હતા. જે સમયે આ ઘટના બની ત્યારે વિમાનમાં ૧૭૪ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર સવાર હતા. એરલાઇન્સે કહ્યું કે અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. અલાસ્કા એરલાઇન્સની ફ્લાઈટ નંબર ૧૨૮૨માં આ ઘટના બની હતી. જાેકે આ વિમાનનું પોર્ટલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સફળતાપૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં વિમાનમાં બેસેલા લોકો દેખાઈ રહ્યા છે અને બારીનો એક હિસ્સો તૂટી ગયેલો પણ દેખાય છે. SS2SS