ઝઘડીયા GIDCમાં આવેલી કંપનીમાં પાઈપ લાઈનમાં લીકેજ બાદ ધડાકો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ ટેન્જેન્ટ સાયન્સ કંપની આજરોજ સવારે ૧૦ કલાકે નાઇટ્રિક એસિડ ટેન્ક નજીક પાઈપ લાઈન વડે નાઇટ્રિક એસિડ વડે કંપની રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી.ટેન્ક માંથી નાઈટ્રિક એસિડ પાઈપ લાઈન વડે પસાર થઈ રહ્યું હતું તે દરમ્યાન અચાનક પાઈપ લાઈન લીકેજ થઈ નાઇટ્રિક એસિડ વછૂટ્યો હતો અને તેને લઈ અચાનક બ્લાસ્ટ થયો હતો.જેને લઈ કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. Explosion after leakage in pipe line in company located in Jhagadia GIDC Gujarat.
જે દોડધામ દરમ્યાન ૩ કામદારોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઝઘડીયા ફાયર સ્ટેશન ખાતે ઘટનાની જાણ થતા ૪ જેટલા ફાયર ટેન્ડરો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રથમ સ્થળ પર પાઇપ લાઈન પર રેતી નાખી બંધ કર્યું હતું અને તેને માટી અને રેતી વડે ઢાંકી દેવામાં આવ્યું હતુ અને સ્થિતિ કાબૂમાં લીધી લીધી હતી.
ઘટનાને પગલે ઝઘડીયા મામલતદાર સહિત પોલીસ અને હેલ્થ એન્ડ સેફટી,જીપીસીબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનામાં હવામાં નાઈટ્રિક એસિડ ફેલાતા આજુબાજુ વિસ્તારમાં લોકો શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી.લોકો ગેસની બચવા મોઢે માસ્ક અને રૂમાલ બાંધવાની ફરજ પડી હતી.જીલ્લાની હેલ્થ એન્ડ સેફટીના અધિકારી સચિન ઓઝા એ વાતચીતમાં જણાવ્યું હતું કે નાઈટ્રિક એસિડની પાઇપમાં લીકેજ થયા બાદ પાઈપ ફાટી ને બ્લાસ્ટ થયો હતો.
હાલ સ્થિતિ કાબુમાં છે કોઈ જાનહાની થઈ નથી.૩ કામદારોને ઈજા પહોંચી હતી જે દોડધામ દરમ્યાન છે જે પૈકી એક કામદારને ફ્રેક્ચર થતાં સારવાર હેઠળ છે જયારે અન્ય ૨ ને સામાન્ય ઈજા પહોંચી હતી તેને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી છે.હાલ સ્થિતિ કાબૂમાં છે.કંપની સ્થળ નોટિસ આપી સ્થિતિ તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી જેસે થે રાખવા તાકીદ કરી હતી. જ્યારે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી એર મોનીટરીંગ કરી જરૂરી નમૂના લીધા હતા.