Western Times News

Gujarati News

અમદાવાદથી નગારા સાથે અયોધ્યા જવા નીકળેલી શોભાયાત્રાનું ગોધરામાં સ્વાગત

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) અયોધ્યા રામ મંદિરના પ્રાંગણમાં પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે દેશના વિવિધ હિસ્સાઓમાંથી રામ મંદિરને લઈ મહત્વની તૈયારીઓ થઈ રહી છે. આમ સંપૂર્ણ દેશનો માહોલ રામમય બન્યો છે. ત્યારે અમદાવાદમાં ડબગર સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલા નગારાને અયોધ્યાના પ્રાંગણમાં પ્રસ્થાપિત કરવામાં આવનાર છે.

આજે ગોધરાના રામનગર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી તથા સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતોના હસ્તે અમદાવાદથી આવેલા નગારાનું સ્વાગત કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ડબગર સમાજ સહિત અન્ય સમાજના લોકો જોડાયા હતા. જય શ્રી રામના નારા સાથે ગોધરાનગર ભક્તિમય બનાવ્યું હતું.

આજે ગોધરા શહેરના રામનગરમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ૫૦૦ કિલોનું વિશાળ નગારાને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને ગોધરા ધારાસભ્ય સી.કે રાઉલજી તથા સ્વામીનારાયણ સંપ્રદાયના મહંતો દ્વારા પૂજા અર્ચના કરીને નગારાને પ્રસ્થાન કરાવ્યું હતું.

ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરથી પ્રસ્થાન કરેલા નગારાને ભુરાવાવ ચાર રસ્તા લાલબાગ બસ સ્ટેન્ડ બગીચા રોડ રાધાકૃષ્ણ મંદિર શહેરા ભાગોળ, પીમ્પ્યુટકર ચોક રામજી મંદિર થઈ હોળી ચકલા સૈયદવાડા નગરપાલિકા પાંજરાપોળ, ચર્ચ બીવી ગાંધી પેટ્રોલ પંપના વિવિધ માર્ગો ઉપર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ, બહેનો વડીલો, બાળકો જોડાયા હતા.

આ શોભાયાત્રા દરમિયાન પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં પંચમહાલ જિલ્લાના ડીવાયએસપી પી.આર રાઠોડ તેમજ એ ડિવિઝન પીઆઈ એન આર ચૌધરી સહિતના પોલીસ કર્મચારીઓ ખડે પગે પોતાની ફરજ નિભાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.