Western Times News

Gujarati News

અમેરિકાએ ગ્રીન કાર્ડ માટે નવી ગાઈડલાઈન બનાવી

ગ્રીન કાર્ડ માટે એમ્પ્લોયરની નાણાકીય સજ્જતા જોવાશે- આ માટે તમામ આવકના રેકોર્ડ આપવા પડશે

(એજન્સી) વોશિંગ્ટન, અમેરિકાના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીયોની સંખ્યા લાખોમાં છે. ભારતીયોએ એટલા બધા ગ્રીન કાર્ડની અરજી કરી છે કે હાલની ઝડપે તેનો નિકાલ આવવામાં દાયકાઓ નીકળી જાય તેમ છે.

આ દરમિયાન અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ દ્વારા પોલિસીના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તે મુજબ હવે ગ્રીન કાર્ડની અરજીની સાથે એમ્પ્લોયરની નાણાકીય સજ્જતા પણ જોવામાં આવશે. ગ્રીન કાર્ડ માટે તમે વેઈટિંગમાં હોવ ત્યારે તમે જોબ ચેન્જ કરી શકો કે નહીં તે પણ મહત્ત્વનો મુદ્દો બનશે.

USCIS  (United States Citizenship and Immigration Services) દ્વારા ગ્રીન કાર્ડ માટે નવી ગાઈડલાઈન બનાવાઈ છે. તેમાં જણાવાયું છે કે જે એમ્પ્લોયરે પોતાના કર્મચારી માટે એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝા ક્લાસીફિકેશનની માંગણી કરી હોય, તેણે સાબિત કરવું પડશે કે ગ્રીન કાર્ડ મળે ત્યાં સુધી લાભાર્થીને વેતન ચાલુ રાખવા માટે તેઓ સજ્જ છે. આ રેગ્યુલેશનના કારણે કંપનીઓએ અથવા એમ્પ્લોયરે અમેરિકન ઓથોરિટીને ગ્રીન કાર્ડની પ્રાયોરિટી ડેટથી લઈને દરેક વર્ષ માટેના વાર્ષિક રિપોર્ટ, ફેડરલ ટેક્સ રિટર્ન, અથવા ઓડિટેડ ફાઈનાÂન્શયલ સ્ટેટમેન્ટ્‌સ આપવા પડશે.

ટૂંકમાં એમ્પ્લોયરની નાણાકીય સ્થિરતાને ખાસ મહત્ત્વ આપવામાં આવશે અને ત્યાર પછી ગ્રીન કાર્ડની અરજી પર વિચારણા થશે. એમ્પ્લોયર પાસે ૧૦૦ અથવા વધુ લોકોનો વર્ક ફોર્સ હશે તો તેમને બીજા વિકલ્પ પણ મળશે. આવી સ્થિતિમાં તેઓ ફાઈનાÂન્શયલ ઓફિસરનું સ્ટેટમેન્ટ આપી શકશે જેમાં તેમણે દેખાડવાનું રહેશે કે તેઓ પ્રવર્તમાન વેતન ચૂકવવા માટે સક્ષમ છે. આ ઉપરાંત USCIS દ્વારા પ્રોફીટ અને લોસના સ્ટેટમેન્ટ, બેન્ક એકાઉન્ટના રેકોર્ડ અથવા પર્સનલ રેકોર્ડ્‌સ પણ સ્વીકારવામાં આવે છે.USCISએ ગ્રીન કાર્ડની એપ્લિકેશનમાં કેટલીક બાબતોની ખાસ ચકાસણી કરી છે.

જેમ કે તે કોઈ પણ અરજીમાં જોબ ઓફરને ખાસ ધ્યાનથી જુએ છે. એમ્પ્લોયરે ફોર્મ આઈ-૧૪૦માં દેખાડવું પડશે કે તેઓ કર્મચારીને ઓફર કરાયેલો પગાર આપવા માટે સજ્જ છે. એમ્પ્લોયમેન્ટ ઓફરની જરૂર હોય તેવી અરજીઓમાં કર્મચારીને ગ્રીન કાર્ડ મળી જાય ત્યાં સુધી સતત પગાર ચાલુ રાખવાની ક્ષમતા હોય ત્યારે જ અરજીને પ્રોસેસ કરવામાં આવશે.

આ ઉપરાંત USCIS દ્વારા બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટ, પર્સનલ રેકોર્ડ, ક્રેડિટ લિમિટને પણ પૂરાવા તરીકે માન્ય રાખવામાં આવશે. નોન પ્રોફીટ સંગઠનમાં કામ કરતા વ્યક્તિની અરજી હોય તો તેમણે પણ તમામ વાર્ષિક રિપોર્ટ, ઓડિટેડ નાણાકીય સ્ટેટમેન્ટ અથવા ફાઈનાન્શિયલ ઓફિસરના સ્ટેટમેન્ટ્‌સ રજુ કરવાના રહેશે જેમાં તેમની પગાર ચૂકવવાની ક્ષમતા સાબિત કરવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.