અમેરિકાની સુપ્રીમ કોર્ટ અને ભારતની સુપ્રિમ કોર્ટ સામેના પડકારો વચ્ચે ભારતીય લોકશાહીનું ભવિષ્ય શું ?!
અમેરિકાની લોકશાહી અને નેતૃત્વ, ભારતીય લોકશાહી અને નેતૃત્વ તેમજ અમેરિકાની સુપ્રીમ કોર્ટ અને ભારતની સુપ્રિમ કોર્ટ સામેના પડકારો વચ્ચે ભારતીય લોકશાહીનું ભવિષ્ય શું ?!
અમેરિકાની સુપ્રીમ કોર્ટ અને સત્તાનો સુપ્રીમ ઉપયોગ કરીને અમેરિકન ન્યાયતંત્રની પ્રતિભા વિશ્વમાં ઉજાગર કરી છે !!
અમેરિકાના પ્રમુખ કાયદા સમક્ષની સમાનતાથી મુક્ત નથી તેના અનેક ઉદાહરણો છે જેણે અમેરિકાની લોકશાહીનુ ગૌરવ વધાર્યું !!
તસ્વીર આઝાદ ભારત માટે લડત આપનાર નેતાઓની છે ! તેમના જીવનનો ઈતિહાસ તપાસો, કાર્ય઼રીતિનો ઇતિહાસ તપાસો અને ત્યાર પછીના નેતાઓની રાજનીતિ નો ઇતિહાસ તપાસો શું ફરક છે?! અને અત્યારે કેવા નેતૃત્વ ની જરૂર છે?! એ ૨૦૨૪ એ ચૂંટણીમાં પ્રજા મૂલ્યાંકન કરશે?! કારણ કે લોકશાહીમા કહેવાય છે કે જેવા લોકો એવી લોકશાહી?! ડાબી બાજુથી પ્રથમ તસવીર સાદગી અને આદર્શવાદ ના કર્મશીલ નેતા મહાત્મા ગાંધીની છે !! What is the future of Indian democracy between the challenges against the Supreme Court of America and the Supreme Court of India?!
બીજી તસવીર સંવેદ સંવેદનશીલ અને રાષ્ટ્રવાદી પંડિત જવાહરલાલ નેહરુની છે! ત્રીજી તસવીર લોહપુરુષ અને અખંડ ભારતના નક્સીગાર સરદાર વલ્લભભાઈ પટેલની છે!! ચોથા કાબેલ નેતા ડો. રાજેન્દ્ર પ્રસાદની છે! પાંચમી તસવીર રાષ્ટ્ર ભક્ત અને સક્ષમ નેતા ડો. શ્રી ભીમરાવ આંબેડકરની છે અને છઠ્ઠી તસ્વીર માનવતાના પ્રહરી અને લોકશાહી મૂલ્યોના સમર્થક અબુલ કલામ આઝાદની છે તેમને અને તેમના જેવા અનેકે ભારત ને આઝાદી અપાવી કટોકટી ભર્યા પડકારો વચ્ચે દેશનુ સુકાન સંભાળીને દેશને ગતિ આપી!! નીચેની તસવીર ત્યાર પછીના નેતાઓની છે.
જેમાં ડાબી બાજુથી શ્રી લાલબહાદુર શાસ્ત્રી, શ્રીમતી ઇન્દિરા ગાંધી, શ્રી મોરારજી દેસાઈ, શ્રી અટલ બિહારી વાજપાઈ, શ્રી રાજીવ ગાંધી, ડો.શ્રી મનમોહન સિંહ અને શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની તસવીર છે જેઓ એ દેશનું આઝાદી પછી બી ટીમ બનીને દેશનું સુકાન સંભાળ્યું છે?! લોકો વિચારે કે દેશના નેતૃત્વમાં શેની જરૂર છે?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટી શ્રી એન.વી.એમ રમના એ મર્મસ્પર્શી કહ્યું છે કે” ન્યાયતંત્ર ઉપર પ્રત્યેક કે પરોક્ષ કોઈ પણ રીતે ધારાસભા કે પછી કારોબારીનુ આધીપત્ય઼ હોવું જોઈએ નહીં, માનવ સન્માન, લોકશાહી અને ન્યાય એ કાયદાના શાસનના ત્રણ મહત્વના મૂલ્યો છે” !! જ્યારે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ નાયામૂર્તિ શ્રી સંજય કિશન કૌલે રાઇટ ટુ પ્રાઇવસીને મૂળભૂત અધિકાર ઠરાવતા કહ્યું હતું કે,
“ઘરના માલિક કોઈ એક વ્યક્તિને ઘરમાં પ્રવેશવાની મંજૂર આપે તેનો અર્થ એ નથી કે તેના ઘરમાં બધા પ્રવેશી શકે”!! શ્રીમદ ભાગવત ગીતામાં પણ કહ્યું છે કે, પોતાનું ઉત્તરદાયિત્વ એ જ ધર્મ છે” !! બ્રહ્માંડના રચનાકાર એવા પરમેશ્વર પણ “માનવ જાત” ની રચના કરી છે અને કુદરતની ન્યાયના સિદ્ધાંતો રજૂ કર્યા છે. લગભગ તમામ દ્રષ્ટિ કોણે જ વિશ્વમાં માનવજાત માટે “જીવન” અને માનવ સમાજની માનવીય વ્યવસ્થા ટકાવી રાખી છે!!બાકી વિશ્વમાં અનેકવાર નેતૃત્વ કરતા રાજ કરતા ઓની શાન ઠેકાણે નિષ્પક્ષ અને નીડર ન્યાયાધીશો લાવ્યા છે ત્યારે ન્યાયતંત્રની સ્વતંત્રતા ટકાવી રાખવા માટેની સમજ પ્રજાએ કેળવવી પડશે!!
અમેરિકાને મળેલા આદર્શ રાષ્ટ્ર પ્રમુખોએ લોકશાહી અને માનવ અધિકારોનું જતન કર્યું છે !! માનવીય મૂલ્યોની રખેવાળી કરી છે પરંતુ છતાં લોકશાહી રાષ્ટ્ર સામે સતાધીશો એ જ પડકાર ઊભા કર્યા ત્યારે અમેરિકાની પ્રજાની ઠરેલતાએ અને અમેરિકન ન્યાયતંત્રની કાબેલિયતે અને ન્યાયાધીશોની બંધારણીય વફાદારી અને માનવ સમાજ પ્રત્યે સહૃદયસ્પર્શી સુજે વિશ્વમાં અમેરિકાની લોકશાહીનું સ્થાન ઊંચું રાખ્યું છે !!
અમેરિકાનું બંધારણ ૧૭૮૯ માં ઘડાયેલું છે સને ૧૭૮૯ માં અમલમાં આવ્યું ત્યારથી આજદિન સુધી અમેરિકાને ૪૬ પ્રમુખોનુ શાસન મળ્યું છે જેમાં અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન હતા!! અમેરિકામાં કોઈપણ પ્રમુખ ફક્ત બે ટર્મ માટે ચૂંટણી લડી શકે છે!! અને બે ટર્મ પૂરતા જ સત્તા પર રહી શકે છે!! જેથી અમેરિકામાં કોઈ પ્રમુખ સરમુખત્યાર બની શકતા નથી!! પરિણામે અમેરિકાના વિખ્યાત પ્રમુખ જોન એડમ્સ, થોમસ જેફરસન, જેમ્સ મેડિસિન, અબ્રાહમ લિંકન, થિયોડોર રૂઝવેલ્ટ, વુડ્રો વિલ્સન, ફ્રેન્કલિન રૂઝવેલ્ટ, જોન કેનેડી જેવા અનેક સુપ્રખ્યાત પ્રમુખો એ અમેરિકાનું નેતૃત્વ કર્યું છે!!
આજે અમેરિકાને આઝાદ થયે ૨૪૭ વર્ષ થયા અમેરિકામાં ક્રિશ્ચિયન હોય, હિન્દુ હોય કે મુસ્લિમ કે પછી યહૂદી હોય બધા જ “અમેરિકાના નાગરિક” તરીકે ઓળખાય છે અને “અમેરિકન નાગરિક” તરીકે દરેક પોતાનો ધર્મ પાળવાના અને જે ખાવું હોય તે ખાવાની મુક્તિ છે !! રશિયા યુકેન વચ્ચેની લડાઈમાં અમેરિકાએ યુક્રેન ને ખુલ્લો સાથ આપ્યો. દહીંમાં અને દૂધમાં પગ નથી રાખ્યો કારણ કે “યુક્રેનમાં લોકશાહી” છે જ્યારે રશિયામાં તેને ફરી સામ્યવાદી રાષ્ટ્રમાં જોડવા માંગે છે.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે એ ધારાસભાનુ ત્રીજુ ગૃહ છે ?! હાલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન જી. રોબર્ટ, જે. આર. અમેરિકા ની સુપ્રીમ કોર્ટનું નેતૃત્વ કરે છે !! અમેરિકાની સુપ્રીમ કોર્ટે એ સુપ્રીમ સત્તા છે!!
બ્રિટિશ પ્રોફેસર અને વિખ્યાત રાજનીતિજ્ઞ હેરલ્ડ લેસ્કીએ કહ્યું છે કે, “અમેરિકાની સર્વોપરી અદાલત એ ધારાસભાનુ ત્રીજુ ગૃહ છે” !! જ્યારે અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ કહ્યું છે કે, “ અમેરિકામાં કાયદાઓનું ઘડતર કરવામાં ન્યાયાધીશો મુખ્ય છે”!! લોકશાહી રાજ્ય મુક્ત !! સ્વતંત્ર !! નિષ્પક્ષ, નીડર અને સક્ષમ ન્યાયતંત્ર જ માનવીય મૂલ્યો ની રખેવાળી કરી શકે છે, લોકશાહી અને માનવ અધિકારની રક્ષા કરી શકે છે!!
અમેરિકામાં માં ૧૭૮૯ જ્યુડીશીયરી એકટે અમેરિકાની સુપ્રીમ કોર્ટની રચના કરી છે !! અને અમેરિકાની સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ જ્હોન જે. હતા પરંતુ ૧૮૦૧ માં જોન માર્શલ અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા ત્યારથી અમેરિકામાં તેઓ ૩૪ વર્ષ સુધી મુખ્ય ન્યાયમૂર્તિ પદ ઉપર રહ્યા!! અમેરિકામાં સુપ્રીમ કોર્ટ પ્રમુખ નિકસ ને દોષિત ઠરાવેલા અને પત્રકાર એન્ડરસન ને વોટર ગેટ કૌભાંડ નો પર્દાફાશ કરતા પ્રમુખ નિકસ ને રાજીનામું આપવુ પડ્યું હતું!!
પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ને ફ઼લોરિડાની સુપ્રીમ કોર્ટે તેમને ચૂંટણી પર ઉમેદવારી કરવા પર પ્રતિબંધ ફરમાવી દીઘો છે !! એટલું જ નહીં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બળાત્કારના આરોપસર દોષિત ઠરાવી દંડ ફટકાર્યો છે!! ભારતમાં સત્તાધારી પક્ષના નેતાની વિરુદ્ધ આવુ ભાગ્યે જ થઈ શકે ?! વર્તમાન પ્રમુખ જો. બાઈડન ના પુત્ર સામે ગુનો નોંધાયાના અહેવાલો છે !! અમેરિકામાં પોલીસ ને ગૌરવભેર લોકો જુએ છે !! ભારતમાં શું આ સરળ છે ?! અમેરિકાની સુપ્રીમ કોર્ટ મજ્બુત છે!! રાજ્યોની અદાલતો મજબૂત છે!!
ભારતમાં આઝાદીની સવાર ક્યારે થશે?!
ભારતમાં ચૂંટણી જીતવા રાજકીય પક્ષોને રેવડીનુ અને ગેરેન્ટી નુ રાજકારણ અને ધર્મ અને જાતિવાદના રાજકારણ વચ્ચે દેશમાં પ્રમાણિકતાનું, માનવતાનું, નૈતિકતાનું, ધોવાણની કોઈને ચિંતા કેમ નથી?!
ડો. રાધાકૃષ્ણને કહ્યું હતું કે, “લોકશાહી એ માત્ર સરકારનો પ્રકાર નથી એ જીવવાની રીત છે વ્યક્તિના ગૌરવ અને સ્વતંત્રતા રક્ષવાની ક્રિયા છે” !! ભારતની સંસદમાં ચુંટાતા નેતાઓ કાયદાઓ પ્રસિદ્ધિ માટે નથી ઘડવાના !! ફક્ત સત્તા હાંસલ કરવા કે ટકાવી રાખવા નથી ઘડવાના !! પરંતુ દેશના પ્રમાણિક પ્રશ્નોને પ્રમાણિકપણે ચર્ચા કરી ફક્ત દેશની પ્રજાહિતને રાખી રાષ્ટ્રનું નેતૃત્વ કરવા માટેનું લોકસભા એ લોકશાહી નું મંદિર છે !! શું દેશમાં આ જોવા મળી રહ્યું છે ?!
જો નથી જોવા મળતું તો ખામી “મતદારો” ની છે! લોકશાહી એ જીવવાની કળા છે!! લોકશાહી મૂલ્યો અને દેશના બંધારણીય હકીકતથી આ દેશની ૮૦% પ્રજા જાણે અજાણ હોય તે રીતે વર્તે છે !! દેશના લોકોને “ધર્મવાદ” દેખાય છે ?! રામ દેખાય છે !! અલ્લા દેખાય છે?! ગુરુ ગ્રંથ સાહેબ દેખાય છે? પરંતુ દેશનું બંધારણ કેટલા જાણે છે? ! ભારતના યુવાનોને દેશનું બંધારણ ફરજિયાત પણે વિષય તરીકે જે દિવસે ભણાવવામાં આવશે તે દિવસથી લોકસભામાં શ્રેષ્ઠ ઉમેદવારો વધુ ચૂંટાશે ?! ક્રિમિનલ કેસો વાળા નહીં ચૂંટાય!! અને નેતાઓ સત્તા માટે પક્ષ પલટા કરતા પણ અટકી જશે?!
ભારતની સુપ્રીમ કોર્ટે એ “ન્યાયમંદિર” છે” ન્યાય મંદિર” ની ગરિમા જળવાઈ છે પરંતુ લોકશાહી રાજ્ય વ્યવસ્થાના આ “ન્યાય મંદિર” સામે પણ બાહ્ય઼ અને આંતરિક પડકારોથી વખતો વખત ન્યાયાધીશો જ ચિંતા અભિવ્યક્ત કરે છે?! અને ન્યાયાધીશોની ચિંતા કરવાનો સમય આવ્યો છે?!
મહાત્મા ગાંધીએ સરસ કહ્યું છે કે, “વિશ્વમાં જે બદલાવ તમે ઈચ્છો છો તે બદલાવ તમે ખુદ છો”!! ન્યાયતંત્ર દરેક પ્રકારના પ્રભાવથી મુક્ત નહીં બને ત્યાં સુધી એ “શ્રેષ્ઠ ન્યાયધર્મ” અદા નહીં કરી શકે !! ન્યાયાધીશો એ વિશ્વના બીજા નંબરના પરમેશ્વર કક્ષાએ છે ત્યારે ન્યાયતંત્ર એ લોકશાહી નો પાયો છે!! ભારતની સુપ્રીમ કોર્ટે અનેક વાર નિડરતાપૂર્વક અને ઠરેલતાથી ચુકાદાઓ હિંમત પૂર્વક આપી દેશમાં “ન્યાય મંદિર” ની ગરિમા જાળવી છે
પરંતુ ન્યાય તંત્ર એ આજે ભારતની રાજકીય સામંતશાહી સામે તટસ્થ અને નીડર રહેવાની જરૂર છે!! ન્યાયાધીશોએ એવા પરીક્ષાર્થી છે જેઓ પોતાનો ચુકાદો આપી પોતાની ઉત્તર વહિ પર પોતે પોતાની ક્ષમતાના માર્ક્સ મૂકે છે!! ભારતમાં આજે સરકારી તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરાય છે, આવા ગંભીર આક્ષેપો વચ્ચે ન્યાયતંત્ર ભૂમિકા એ અનેક પ્રશ્નાર્થો સર્જયા છે!!
અનેક બાબતોમાં સુપ્રીમ કોર્ટ સુંદર અને મજબૂત ચુકાદાઓ આપ્યા છે ત્યારે આજે બંધારણ ની કલમ ૧૪, ૧૯, ૨૦, ૨૦(૨), ૨૦(૩) તરફ ખાસ ધ્યાન આપીને તપાસ એજન્સી ની હરકતનું મૂલ્યાંકન કરવાની જરૂર છે!! ન્યાયતંત્ર “ન્યાય મંદિર”ના ન્યાય ધર્મની એક ક્ષણ ચૂકશે તો દેશની પ્રજાની આઝાદીને મોટું નુકસાન થશે?!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.