Western Times News

Gujarati News

મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કથિત સ્થાપિત હિતોની ટોળાશાહી સામે કન્ટેમ્પ ઓફ કોર્ટની બારના પ્રમુખ સામે નોટિસ

મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કથિત સ્થાપિત હિતોની ટોળાશાહી સામે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કપિલદેવ ત્રિવેદીએ કન્ટેમ્પ ઓફ કોર્ટની નોટિસ બારના પ્રમુખ ભરતભાઈ શાહ અને અન્ય સામે કાઢતા વકીલોમાં અનેક તર્ક-વિતર્ક?!

તસવીર અમદાવાદ મેટ્રોપોલિટનની છે આ ન્યાય સંકુલમાં ફોજદારી કોર્ટ બાર એસસિયેશનની કચેરી આવેલી છે ડાબી બાજુ ની તસ્વીર પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ ની છે આ વખતે ક્રિમિનલ કોર્ટ બારના પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ શાહ ચૂંટાઈ આવ્યા છે પરંતુ તેમની ટીમના કમિટી પદ ના ઉમેદવાર સાફ થઈ ગયા છે?! તેમાંથી બોધપાઠ લઈને પોતાની વિચારધારા અને વર્તન સુધારવાનું જરૂર હતી! પરંતુ કહેવાય છે કે તેઓ કોર્ટોમાં ટોળાશાહી નું રાજકારણ ચલાવી રહ્યા છે કે શું? NOTICE AGAINST BAR PRESIDENT OF COURT OF CONTEMPT AGAINST ALLEGED MOBILITY OF INSTITUTED INTERESTS IN METROPOLITAN MAGISTRATE’S COURT

આ કેટલીક વાર એવું બને છે કે ન્યાયાધીશો પૈકી કોઈ ગમે તે કારણસર પોતાનો ઉગ્ર અથવા નકારાત્મક પ્રતિભાવ આપે કે કોઈ વકીલની ફરિયાદ હોય તો ચેમ્બરમાં જઈ રજૂઆત કરવી જોઈએ, પરંતુ ટોળું લઇ કોર્ટમાં જઈ ગેર વર્તન કરવું એ કેટલે અંશે વ્યાજબી ઠરી શકે?! મળેલી માહિતી મુજબ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર ૨૮ માં ફોજદારી બારના પ્રમુખ શ્રી ભરતભાઇ શાહ વકીલનું ટોળું લઈને જઈ, ત્યાંથી દબાણપૂર્વક જાહેરમાં મેજિસ્ટ્રેટ ને માફી મંગાવી હોવાનું કહેવાય છે!

ત્યાર પછી આ ટોળું બારના પ્રમુખ ભરતભાઈ શાહના નેતૃત્વ હેઠળ કોર્ટ નંબર ૨૭ માં ગયું હતું અને કહેવાય છે કે કોર્ટ નંબર ૨૭ ના ન્યાયાધીશ શ્રી કપિલદેવ દ્વિવેદી ને કોર્ટમાં પોતાની ઓફિસમાંથી ડાયસ પર આવવાની ફરજ પાડીને તેમની સાથે કથિત અભૂતપૂર્વ ગેરવર્તન કરતા ને એક વકીલ તો ખુરશી ઉપર ચડી જઈ બૂમો પાડતા આખરે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નં ૨૭ ના મેજિસ્ટ્રેટ શ્રી કપિલદેવ દ્વિવેદી એ કન્ટેમ ઓફ કોર્ટની નોટિસ બારના પ્રમુખ શ્રી ભરતભાઇ શાહ અને અન્યને આપતા આ મુદ્દો તો બારમાં ટોક ઓફ ધ બાર બન્યો છે કે કહેનારા તો ત્યાં સુધી કહેતા સંભળાય છે કે

કોર્ટ નંબર ૨૮ ના મેજિસ્ટ્રેટ બારના પ્રમુખશ્રી ભરતભાઈ શાહથી કંટાળતા આખરે તેમના કોર્ટની મેટર અન્ય કોર્ટમાં તબદીલ કરાય છે?! આ સત્ય હોય તો ફોજદારી બારમાં ગંભીર પરિસ્થિતિ છે “જિસકે હાથમે લાઠી ઉસકી ભેંસ”?! ગુજરાત હાઇકોર્ટ તેની સુઓમોટો નોંધ લેશે? ભૂતકાળમાં અમદાવાદ ક્રિમિનલ કોર્ટના મેજીસ્ટેટે શ્રી ભરતભાઈ શાહ સામે હાઇકોર્ટમાં કન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહી થઈ હતી! અને બધા બિનસરતી માફી માંગી છુટ્યા હતા?!.

જો આ હકીકત વંચાણે લઇ ગુજરાત બાર કાઉન્સિલે ભરતભાઈ શાહ સામે શું પગલાં લેશે? આવી ગુનાહિત માનસિકતા નો બચાવ કરવા હવે કયા વકીલ આગળ આવે છે એ જોવાનું રહેશે! હાઇકોર્ટ જસ્ટિસ સી. કે. બૂચ સમક્ષ માફી માંગ્યા પછી પણ કે કોઈ સુધરવા માગતા નથી કે શું? ભરતભાઈ શાહને એવું લાગે છે કે એમના ટેકેદાર શ્રી અનિલભાઈ કેલ્લા ગુજરાત બાર કાઉન્સિલમાં છે

તો વાંધો નહીં આવે સવાલ અહીંયા એ છે કે મેજિસ્ટ્રેટની ગમે તે ભૂલ હોય કદાચ તેમનો વર્તન યોગ્ય ન હોય તો ચેમ્બરમાં જઈ તથા ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટ કે પછી ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત થઈ શકે પણ કથિત ઘટના માં અંજામ આપવા થોડુ ચાલી શકે?!તો શું આ યોગ્ય છે? ભરતભાઈ શાહ પણ દિલથી વિચારશે? (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલાશેખ દ્વારા)

ભાજપ લીગલ સેલના પ્રદેશ કન્વીનર જે જે પટેલે વકીલો માટે બજેટમાં પાંચ કરોડની સહાય ફાળવવા રજૂઆત કરી ભૂતકાળમાં પણ અઢી કરોડ ઇ લાઇબ્રેરી માટે અપાવેલા છે

કોર્ટ નં. ૨૮ ના મેજિસ્ટ્રેટ પાસે માફી મંગાવી અને કોર્ટ નંબર ૨૭ ના મેજિસ્ટ્રેટ સામે એ જ માર્ગ અપનાવવા જતા કન્ટેમ્પ ઓફ કોર્ટ ની નોટિસ કાઢી? કોર્ટ ૨૮ ના કેસો કોર્ટ નંબર ૩૬ ના કોના કહેવાથી તબદિલ થયા હાઇકોર્ટ તપાસ કરશે?

જર્મન વૈજ્ઞાનિક જોહાનિસ કેપ્લરે કહ્યું છે કે “ટોળાના અવિચારી સ્વીકાર કરતા એક બુદ્ધિમત વ્યક્તિની ટીકા મને વધું ગમે”!! ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ ચિન્મય જાનીએ માર્મિક રીતે કહ્યું છે કે “સત્તા પાછળની દોડ. આ દોડમાં સૌથી વધારે ભોગ સત્યનો અને ન્યાયનો લેવામાં આવે છે જે વકીલોને સત્યના લડવૈયા માની લેવામાં આવે છે એ જ વકીલો ન્યાયની ગંગા ને દૂષિત કરી શકે છે એ ભૂલી જવામાં આવે છે”!!

ગુજરાત બાર કાઉન્સિલ માં વકીલાતના વ્યવસાયિક મૂલ્યો તરફ ક્યારેક ધ્યાન અપાતું નથી અને કેટલાક વકીલોનો આંખ આડા કાન કરી બચાવ કરાય છે તેવા માહોલ વચ્ચે ફક્ત વકીલઆલમ નું હિત ધ્યાનમાં રાખી ભાજપ લીગલ સેલ ના પ્રદેશ કન્વીનર શ્રી જે.જે. પટેલે વકીલોના હિતાર્થ ગુજરાત સરકારને પાંચ કરોડ રૂપિયા ફાળવવા રજૂઆત કરી છે

એ યથાર્થ છે પરંતુ “રામને નામે પથ્થર તર્યા” એમ ભાજપ લીગલ સેલના સમરસ જુથના નામે કથિત સ્થાપિતહિતો કાયદાનું શાસન તોડી રહ્યા છે તેને શ્રી જે.જે.પટેલ શા માટે ચલાવી લે છે? અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર ૨૭ ના ન્યાયાધીશોની કોર્ટમાં પ્રમુખશ્રી ભરત શાહ ટોળા નું નેતૃત્વ કરતા કોટ રૂમમાં જઈ જે દુરાચાર કર્યો તે બદલ ભરતભાઈ શાહને બીજાઓ સામે કન્ટેમ્પ ઓફ કોર્ટની નોટીસ અપાતા સમગ્ર વકીલ આલમ માં ખળભળાટ મચી ગયો હોવાનું કહેવાય છે

ભાજપ લીગલ સેલના પ્રદેશ કન્વીનર શ્રી જે. જે. પટેલે ગુજરાતના વકીલ આલમના લાભાર્થે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી સરકાર સમક્ષ પાંચ કરોડની માંગણી?! અગાઉ પણ ઇ લાઇબ્રેરી માટે સરકાર માંથી અઢી કરોડથી વધુ રકમ વકીલોના હિતાર્થે અપાવી છે

મહાત્મા ગાંધીએ સરસ કહ્યું છે કે ‘મારું જીવન એ મારો સંદેશો છે’!! ભાજપ લીગલ સેલ ના પ્રદેશ કન્વીનર શ્રી જે. જે. પટેલે સમગ્ર ગુજરાતના વકીલ મંડળનું સંમેલન નરેન્દ્રભાઈમોદી ના નેતૃત્વ હેઠળ બોલાવી પોતાના નેતૃત્વ શક્તિનો પરિચય આપ્યો હતો ત્યાર પછી ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈને પોતાની સત્તાકીય શતરંજ નો ઊંડો પરિચય આપ્યો હતો!

ગુજરાતના વકીલો માટે ઇલાઇબ્રેરી ઉભી કરવા માટે ગુજરાત સરકારમાંથી અઢી કરોડ રૂપિયાની રકમ આપવી હતી અને આ ઉપરાંત બાર કાઉન્સિલને આર્થિક રીતે મજબૂત બનાવવા પોતાની રાજકીય શક્તિ નો ઉપયોગ કર્યો છે ફરી શ્રી જે. જે. પટેલ ને વકીલોના હિતાર્થે પાંચ કરોડ રૂપિયા ફાળવવા અસરકારક રજૂઆત કરી છે!

પરંતુ આટલી સુંદર કામગીરી કરનાર શ્રી જે.જે. પટેલ વકીલાત ના વ્યવસાયિક મૂલ્યો, સિદ્ધાંતોનો ભંગ કરતા કથિત સ્થાપિતહિતોને ભાજપ લીગલ સેલ શા માટે સમર્થન આપવા આંખ આડા કાન કરે છે? ગુજરાત બાર કાઉન્સિલના સમરસ જુથમાં શા માટે વર્ષોથી ચર્ચાસ્પદ વ્યક્તિઓને સ્થાન આપે છે? એવા સવાલો તેમના નેતૃત્વ સામે ઉઠી ગયા છે!! ત્યારે તેઓ ન્યાયતંત્રને ભ્રષ્ટ કરતા કે ન્યાયતંત્રની ગરિમા પર હુમલો કરતા કથિત પરંપરાગત પરિબળો સામે કેમ પગલા લેતા નથી?! આવા સવાલો વકીલોમાં જ ચર્ચા નો મુદ્દો બન્યો છે

ભૂતકાળમાં વર્તમાન ફોજદારી બારના પ્રમુખ ભરતભાઈ શાહે અન્ય વકીલોએ કન્ટેમ્પ ઓફ કોર્ટ કેસમાં હાઇકોર્ટ જસ્ટિસ સી. કે. બૂચની કોર્ટમાં બિનશરતી લેખિત માફી માગી છૂટ્યા હતા તો ફરી ભૂલ શા માટે?!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.