અયોધ્યા જઈ રહ્યો છે 500 કિલો ઘી સમાઈ શકે તેવો 1100 કિલો વજન ધરાવતો દિવડો
અયોધ્યા જનારા 1100 કિલો વજન ધરાવતા દિવડાનુ શહેરામાં ભવ્ય સ્વાગત કરાયું
(પ્રતિનિધિ) શહેરા, ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું લોકાપર્ણ થવા જઈ રહ્યું છે. દેશમાં રહેતા રામભક્તો પોતાની ભક્તિ અનોખી રીતે દર્શાવી રહ્યા છે.
વડોદરાના રામભક્ત વિહાભાઈ ભરવાડ દ્વારા વિશાળકાય ૧૦૮ ફુટ લાબી અગરબત્તી બનાવ્યા બાદ તેને અયોધ્યા મોકલવામા આવી રહી છે.વડોદરાના આવા એક જ રામભક્તે એક વિશાળકાય દિવડો બનાવ્યો છે. ૧૧૦૦ કિલો વજન ધરાવતો આ દિપમાં ૫૦૦ કિલો જેટલુ ઘી સમાઈ શકે છે.
પંચમહાલ જીલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પસાર થઈને આ દિવડો શહેરા ખાતે આવી પહોચતા નગરજનો દ્વારા દિવડાનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ.રોડ પર આ દિવડાને નિહાળવા લોકો એકત્રીત થઈ ગયા હતા. શહેરાના વાઘજીપુર ચોકડી, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી આગળ, બસ સ્ટેશન થી પોલીસ ચોકી, લખરા સોસાયટી, સીધી ચોકડી, થઈ અણીયાદ ચોકડી ખાતે વિવિધ સમાજના આગેવાનો દ્વારા દીવડા નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અને જય શ્રી રામના નારા સાથે શહેરા શહેરના મુખ્ય માર્ગો ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઉઠ્યા હતા. પંચમહાલ જિલ્લા પોલીસના ડીવાયએસપી પી.આર રાઠોડ, શહેરા પી.આઈ રાહુલ રાજપૂત સહિત અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓએ શોભાયાત્રા ના મુખ્ય માર્ગો ઉપર ચુસ્ત બંદોબસ્ત સાથે પોતાની ફરજ નિભાવી હતી.