શેત્રુંજી ડેમમાં ૩૧ ફૂટ ૭ ઇંચ પાણીનો જથ્થો ઉપલબ્ધ
ભાવનગર, ભાવનગર જિલ્લામાં રવિ પાક અને ઉનાળુ પાકની વાવણી માટે ખેડૂતો આગીમી ૮ મહિના શેત્રુંજી ડેમમાંથી પાણી મેળવી શકશે. આ વર્ષે સારો વરસાદ થતા ડેમમાં પાણીની સારી આવક થઈ હતી. ડેમના પાણીથી આ વર્ષે તળાજા, મહુવા, ઘોઘા, સહિતની ૧૧,૫૦૦ હેક્ટર જમીનમાં નહેર મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં શેત્રુંજી ડેમ આવેલો છે.
આ ડેમની ઊંચાઈ ૩૨.૦૨ મીટરની છે. ડેમનું બાંધકામ ૧૯૫૫માં કરવામાં આવ્યું હતું. ડેમમાં ૫૯ દરવાજા લગાવવામાં આવ્યા છે. શેત્રુંજી નદી પર પાલીતાણા નજીક રાજસ્થળી ગામે બંધ આવેલો છે. સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એ.એમ. બાલધીયાનાં જણાવ્યા મુજબ હાલ શેત્રુંજી ડેમમાં ૩૧ ફૂટ ૭ ઇંચ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
તળાજા, મહુવા, ઘોઘા, સહિત ની ૧૧,૫૦૦ હેક્ટર જમીનમાં નહેર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. જેમાં હાલ પાણીનો પૂરતો જથ્થો હોવાથી ખેડૂતો શિયાળો અને ઉનાળુ પાક સારી રીતે લઈ શકે છે.
આ વર્ષે ચોમાસામાં માલણ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમમાંથી ૨ નેહરો મારફતે ખેડૂતોને સિંચાઇ માટે પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ ડેમનું સંપૂર્ણ મેનેજમેન્ટ ભાવનગરથી કરવામાં આવે છે. આ ડેમમાં સિંચાઈ પાણીથી મગફળી, ડુંગળી, કેળ, શાકભાજી જેવા ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. SS1SS