Western Times News

Gujarati News

યુગલોને ઐતિહાસિક કિલ્લા અને દરિયા કિનારાની સુંદરતા આકર્ષી રહ્યા છે

પ્રતિકાત્મક

દમણ, રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અત્યાર સુધી પર્યટન સ્થળ તરીકે જાણીતું હતું .દેશભરમાંથી પર્યટકો અહીં ખાવાપીવાની મોજ મસ્તી અને વેકેશનમાં હરવા ફરવા આવતા હતા. જાેકે, હવે દમણ પર્યટનની સાથે પ્રી-વેડિંગ ડેસ્ટિનેશન પણ બની રહ્યું છે. અહીંના ઐતિહાસિક કિલ્લા અને દરિયા કિનારાની સુંદરતાથી આકર્ષાઈને યુગલો પ્રી-વેડિંગ શૂટિંગ માટે પહોંચે છે. જેથી સ્થાનિક લોકોમાં પણ ઉત્સાહ છે. રાજ્યના પડોશમાં આવેલું સંઘ પ્રદેશ દમણ દરિયા કિનારે આવેલો નાનકડો પ્રદેશ છે. જે દેશભરમાં પર્યટન તરીકે જાણીતો છે.

દમણના દરિયા કિનારે સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ પર્યટકો પરિવાર સાથે આવી અને સમય વિતાવે છે. જાેકે અત્યાર સુધી દમણમાં દારૂની છૂટ હોવાથી મોટેભાગે પાર્ટીના શોખિનો જ વધારે આવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દમણના દરિયા કિનારા વિસ્તારમાં થયેલા વિકાસના કામોને કારણે દમણના દરિયા કિનારાની શકલ સુરત ફરી ગઈ છે.

દરિયા કિનારે બનાવેલા સી ફેસ રોડ નમો પથ અને રામસેતુ પથની સુંદરતાથી આકર્ષાઈને દેશભરના પર્યટકો હવે દમણના દરિયા કિનારે ઊમટે છે. દમણના દરિયા કિનારે થયેલા વિકાસને કારણે દમણનો દરિયો કોઈ વિદેશના દરિયા કિનારા જેવો સુંદર લાગી રહ્યો છે. આથી દમણના દરિયા કિનારે દેશભરમાંથી પર પર્યટકો આવે છે. જાેકે હવે દમણનો આ દરિયા કિનારો પર્યટન સ્થળની સાથે પ્રી વેડિંગ ડેસ્ટિનેશન માટે માનીતું અને જાણીતું સ્થળ બની રહ્યું છે. દરિયા કિનારા અને આસપાસના વિસ્તારના સુંદર લોકેશનને કારણે ફોટોગ્રાફરો અને યુગલો પ્રી વેડિંગ શૂટિંગ માટે દરિયાકિનારે અને દમણના અન્ય ઐતિહાસિક સ્થળો પર પહોંચે છે.

પ્રી વેડિંગ શૂટિંગ કરાવી જિંદગીભરનું સંભારણું સાથે લઈ જાય છે. આમ છેલ્લા કેટલાક સમયથી દમણના ઐતિહાસિક કિલ્લાઓ અને દરિયા કિનારે મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો અને યુગલો પ્રીવેડિંગ શૂટિંગ માટે પહોંચે છે અને દમણનો દરિયા કિનારો હવે પ્રી વેડિંગ ડેસ્ટિનેશન તરીકે જાણીતો બની રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી લગ્ન પ્રસંગ દરમિયાન યુવક યુવતીઓમાં પ્રીવેડિંગનો ક્રેઝ વધી રહ્યો છે.

લગ્ન પહેલા વર વધુ કોઈ જાણીતા અને ફરવાલાયક સ્થળો પર જઈ પ્રી વેડિંગ શૂટિંગ કરાવે છે અને પોતાની જિંદગીનું સંભારણું બનાવે છે. જાેકે અત્યાર સુધી રાજ્ય અને દેશના અન્ય જાણીતા પર્યટન સ્થળો પર યુગલો પ્રી વેડિંગ શૂટિંગ માટે જતા હતા. પ્રી વેડિંગ શૂટિંગ માટે જે સુંદર લોકેશનોની જરૂર છે, તેવા તમામ લોકેશનો દમણના અને આસપાસના વિસ્તારમાં મળી રહી છે.

અહીં ઐતિહાસિક કિલ્લો, બગીચાઓ અને દરિયા કિનારો પર્યટકોને આકર્ષે છે. સાથે જ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે પણ આ એક સુંદર સ્થળ હોવાથી દમણના ઐતિહાસિક કિલ્લાઓમાં પણ યુગલો પ્રીવેડિંગ શૂટિંગ કરાવે છે. કિલ્લાની અંદર ઐતિહાસિક ચર્ચ બિલ્ડીંગોને રંગબેરંગી કલરથી શણગારવામાં આવી છે. આથી દમણમાં મીની ગોવા જેવો માહોલ જાેવા મળે છે.

જે નવયુગલોને પ્રી વેડિંગ શૂટિંગ માટે આકર્ષે છે. ફોટોગ્રાફર અને વીડીયોગ્રાફરો દૂર જઈને મોંઘા બજેટમાં પ્રી વેડિંગ શૂટિંગ કરવાને બદલે હવે ઓછા ખર્ચે દમણના આસપાસમાં જ પ્રી-વેડિંગ શૂટિંગ માટે સારા લોકેશન મળી રહેતા હોવાથી હવે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી પણ યુગલો પ્રીવેડિંગ શૂટિંગ માટે આવે છે. આમ દમણ પર્યટનની સાથે હવે પ્રી વેડિંગ શૂટિંગ માટેનું માનીતું અને જાણીતું ડેસ્ટિનેશન બની રહ્યું છે.

આથી સ્થાનિક લોકોમાં પણ તેનો ઉત્સાહ છે. લગ્ન પ્રસંગોમાં પ્રી-વેડિંગ શૂટિંગ ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે. પરંતુ અત્યારની પેઢીમાં પ્રી વેડિંગ શૂટિંગનો ક્રેઝ છે. આથી લાખો ખર્ચને પણ યુગલો પ્રીવેડિંગ શૂટિંગ માટે દેશના અન્ય રાજ્યોમાં જાય છે. જાેકે દમણના દરેક કિનારે અને અન્ય ઐતિહાસિક સ્થળ પર કોઈપણ પ્રકારની પ્રીવેડિંગ શૂટિંગ માટે કોઈ ફી ન હોવાથી કે કોઈ ચાર્જ વસૂલવામાં ન આવતો હોથી દરિયા કિનારે અને અન્ય ઐતિહાસિક સ્થળો પર પ્રીવેડિંગ શૂટિંગ કરાવવું ખૂબ જ સસ્તું પડે છે.

આથી બજેટને પરવડે તેવું કોઈપણ જાતના ચાર્જ ચૂકવ્યા વિના દમણના સુંદર લોકેશન પર પ્રી વેડિંગ શૂટિંગ એક યાદગાર સંભારણું બની રહેતું હોવાથી દમણ પર્યટનની સાથે હવે પ્રી વેડિંગ શૂટિંગનું પણ ડેસ્ટિનેશન બની રહી રહ્યું છે. આગામી સમયમાં તેનો વ્યાપ વધે તેમ લાગી રહ્યું છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.