હોમ પ્રોડક્શનની સડક-૨ને લઇ આલિયા ખુબ ઉત્સુક છે
મુંબઇ, આલિયા ભટ્ટ બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તે હાલમાં ત્રણ મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં હોમં પ્રોડક્શનની ફિલ્મ સડક-૨ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. ફિલ્મને ૧૦મી જુલાઇના દિવસે રજૂ કરવાની યોજના છે. આવી જ રીતે તે આરઆરઆર નામની સાઉથની ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં તેની સાથે સાઉથના સુપરસ્ટાર રહેનાર છે. સડક-૨માં સંજય દત્ત અને પુજા ભટ્ટ પણ કામ કરનાર છે. એકબાજુ તે રણબીર કપુર સાથે પ્રેમ સંબંધને લઇને ચર્ચામાં છે. બીજી બાજુ તેની પાસે ફિલ્મોની સતત ઓફર થઇ રહી છે. તેને હોમ પ્રોડક્શનની ફિલ્મ સડક-૨ ફિલ્મ મળી ગઇ છે. જેમાં તે આદિત્ય રોય કપુર સાથે નજરે પડશે. મુળ ફિલ્મમાં સંજય દત્ત અને પુજા ભટ્ટ હતી. જે સુપર હિટ ફિલ્મ સાબિત થઇ હતી.
આ ઉપરાંત ૨૯ વર્ષ ર્ પહેલા રજૂ કરવામાં આવેલી ફિલ્મ ચાલબાજની રિમેક ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ ફિલ્મમાં શ્રીદેવી, રજનિકાંત અને સન્ની દેઓલની ભૂમિકા હતી. નિર્દેશક પંકજ પરાશરની સુપરહિટ ફિલ્મ ચાલબાજની રીમેક ડેવિડ ધવન બનાવી રહ્યા છે. જેમાં આલિયા ભટ્ટની પસંદગ શ્રીદેવીવાળા રોલ માટે કરવામાં આવી છે. ચાલબાજને આધુનિક રીતે યુવા પેઢીને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી શ્રીદેવીના રોલ માટે અભિનેત્રીની શોધ ચાલી રહી હતી. હવે તપાસ પૂર્ણ થઇ છે. ડેવિડ ધવને આલિયાની પસંદગી કરી હોવાની વાત કરી છે. આલિયા સાથે વાતચીત પણ કરી લેવામાં આવી છે. આલિયા ભટ્ટે કહ્યુ છે કે તે ડેવિડ ધવનની સાથે જુડવા-૩ ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે.