Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલમાં કેન્સરના દર્દીઓ માટે 10થી 15 દિવસનું વેઈટિંગ લિસ્ટ

અમદાવાદ, અમદાવાદની સિવિલ હોસ્ટિપલમાં સારવાર લઈ રહેલાં વિજયભાઈ છેલ્લાં 15 દિવસથી પથારીવશ છે. વિજયભાઈ સોમનાથના રહેવાસી છે અને અચાનક મોંઢું ખુલતુ ન હોવાને કારણે તેમણે સોમનાથના સ્થાનિક દવાખાનામાં તપાસ કરાવી જ્યાંથી વિજયભાઈને રાજકોટ રિફર કરવામાં આવ્યા પરંતુ રાજકોટમાં પણ દવાના મળતા વિજયભાઈ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવી ગયા. જ્યાંથી તેમને 3 દિવસ બાદ રજા અપાશે. વિજયભાઈ આ વાતને લઈને ખુશ છે પરંતુ તેઓ દુખી પણ છે કે તેમને કેન્સર થયું હતું.

કેન્સર થવાના કારણ અંગે વિજયભાઈએ જણાવ્યું કે તેઓ છેલ્લાં 2 વર્ષથી માવો ખાતા હતા દિવસમાં 2 માવા વગર તેમને ચાલતું નહોતુ પરિણામ એ આવ્યું કે માવાને કારણે તેમનું જડબું ખુલતું બંધ થઈ ગયું અને તેમને કેન્સરનો ભોગ બનવું પડયું.

માવો ખાવાની આદતે વિજયભાઈને આ દિવસો આપ્યા છે. પરંતુ વિજયભાઈ જેવાં કેટલાંય દર્દીઓ છે જેઓ તમાકુ અને ગુટખાને આદત બનાવી ચૂક્યા હોય અને કેન્સરના ભોગ બન્યા હોયએટલું જ નહીં કેન્સર સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર શશાંક પંડયાના કહેવા પ્રમાણે હવે તો યંગસ્ટ્સમાં પણ કેન્સરનો રિપોર્ટ વધ્યો છે.

ગુટખા ખાતા શીખ્યા છેજેને કારણે અમદાવાદના આશરે 10 ટકા બાળકો કેન્સરપીડિત છે. આ સાથે 20થી 30 વર્ષની યુવતીઓ સિગરેટ પીવાને કારણે કેન્સરનો ભોગ બની રહી છે. આ અંગે સિવિલ હોસ્પિટલનાં ડાયરેક્ટર શશાંક પંડયાનું કહેવું છે કે હજુ સુધી પુરુષોમાં જાગૃત્તતા આવી નથી બીજી તરફ યુવા વર્ગ વ્યસનના રવાડે ચડી રહ્યો છે જેને કારણે અમદાવાદમાં કેન્સરનાં રોગ વધી રહ્યા છે.

એવું નથી હોતું કે જો કોઈ પત્ની સિગારેટ ના પીવે તો તેને કેન્સર થવાની શક્યતાઓ નથી મેડિકલમાં અનેક એવાં કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ડોક્ટરના કહેવા પ્રમાણે જો સ્મોકિંગ કરતાં કોઈપણ વ્યક્તિ પાસે વ્યક્તિ ઉભી રહે તો સિગારેટનો ધુમાડો વ્યક્તિનાં શ્વાસોચ્છવાસમાં જાય છે જેને કારણે જે તે વ્યક્તિને કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે આવાં સંજોગોને મેડિકલ ભાષામાં પેસીસ સ્મોકિંગ કહેવામાં આવે છેકેન્સર એટલે તો કેન્સલ. આ વાક્ય મેડિકલ ક્ષેત્રે શોધાયેલી અવનવી ટેક્નોલોજીને કારણે ખોટું પડી રહ્યું છે પરંતુ સત્ય હકીકત એ છે કે વ્યક્તિને કેન્સર શેમાંથી થાય છે તેની ખબર હોવા છતાં પણ બિન્દાસ્ત વ્યસન કરતાં જોવા મળે છે જે માનવજીવનનું ભોગ લઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.