Western Times News

Gujarati News

શ્રેયસ ફાઉન્ડેશન સ્કૂલ પર લેટ ફી પર દંડ લેવાનો આક્ષેપઃ શિક્ષણ વિભાગમાં ફરીયાદ

અદાણી સ્કૂલ દ્વારા ખોટા આંકડા રજુ કર્યાની ફરીયાદ-અમદાવાદની બે સ્કૂલ સામે શિક્ષણ વિભાગમાં ફરીયાદ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરની બે સ્કુલ સામે શિક્ષણ વિભાગમાં ફરીયાદ જતાં તેની સામે તપાસ કરવા શિક્ષણ બોર્ડને સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઉનાની એક સ્કૂલ દ્વારા વિધાથી દ્વારા ફી ભરવામાં આવી ન હોવા અંગેની ફરીયાદ પણ કરવામાં આવતા તેની પણ તપાસ કરવા તાકીદ કરાઈ છે.

અમદાવાદની શ્રેયસ ફાઉન્ડેશન સ્કૂલ દ્વારા લેટ ફી પર દંડની જોગવાઈ કરવામાં આવી હોવાની ફરીયાદ થઈ છે. જયારે અદાણી ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા ખોટી હકીકતો અઅને આંકડાથી રજુ કરવામાં આવ્યા હોવાની ફરીયાદ કરવામાં આવી છે. જેથી શિક્ષણ બોર્ડના સચીવ દ્વારા આ ફરીયાદની તપાસ કરી તે અંગે કરેલી કાર્યવાહીનો રીપોર્ટ શિક્ષણ વિભાગને સુપરત કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ વિભાગને ગુજરાત સ્વનિર્ભર શાળાઓ ફી નિયમન એકટ-ર૦૧૭ અંતર્ગત વિવિધ રજુઆતો મળી હતી. જેથી આ રજુઆતોમાં પગલે કાર્યવાહી કરવા માટે સુચના અપાઈ છે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડના સચીવને પત્ર લખી ૩ જેટલી અરજીઓ અંગે કાર્યવાહી કરવા માટે જણાવાયું છે. જેમાં અરજીઓ બાબતે જરૂરી તપાસ કરી નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવા માટે જણાવાયું છે. આ ઉપરાંત તે મુજબની કરેલી કાર્યવાહીનો અંતીમ પ્રત્યુતર અરજદારને પાઠવવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા જે૩ અરજી શિક્ષણ બોર્ડને તપાસ માટે મોકલવામાં આવી છે. તેમાં અમદાવાદની શ્રેયસ ફાઉન્ડેશન સ્કુલ સામેની ફરીયાદ છે. સ્કુલે લેટ ફી ભરવા પર વાલીઓ સામે દડની જોગવાઈ કરવામાં આવી હોવાની ફરીયાદ કરી છે. સ્કૂલ દ્વારા નકકી કરેલી ફી નિયત સમયમર્યાદામાં ન ચુકવાય તોવાલીઓ પાસેથી લેટ ફી પેટે દંડ વસુલવામાં આવતો હોવાનો આક્ષેપ પણ ફરીયાદમાં કરવામાં આવ્યો છે.

જેથી આ શાળા સામે અરજદાર દ્વારા કરવામાં આવેલી ફરીયાદના અનુસંધાને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે શિક્ષણ બોર્ડના સચીવને તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદની અદાણી ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા ખોટી હકીકતો અને આંકડાઓ રજુ કરવામાં આવ્યા હોવાની પણ સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના વાલીઓ દ્વારા ફરીયાદ કરવામાં આવી છે.

આ ઉપરાંત અન્ય એક ફરીયાદમાં ઉના ખાતે આવેલી ડિવાઈન સેકન્ડરી સ્કુલ દ્વારા શાળાના એક વિધાર્થી સામે શિક્ષણ વિભાગમાં ફરીયાદ કરી છે. જેમાં શાળામાં અભ્યાસ કતા એક વિધાર્થી દ્વારા શાળામાં અભ્યાસ કરતા એક વિધાર્થી દ્વારા શાળાની ફી ભરવામાં આવી ન હોવાની ફરીયાદ કરવામાં આવી છે. જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા આ સ્કૂલની ફરીયાદની પણ તપાસ કરવા માટે શિક્ષણ બોર્ડને જણાવવામાં આવ્યુંછે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.