Western Times News

Gujarati News

૨૨મીએ ૨૦૦૦ રૂપિયાની નોટ બદલી શકાશે નહીં

નવી દિલ્હી, અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને કારણે સરકારી કચેરીઓ અડધો દિવસ બંધ રહેશે. આ કારણોસર ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, ૨૨ જાન્યુઆરીએ ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. દેશભરની જાહેર ક્ષેત્રની બેંકો, ગ્રામીણ બેંકો, વીમા કંપનીઓ અને તમામ નાણાંકીય સંસ્થાઓ અડધા દિવસ માટે બંધ રહેશે.

ભારતીય રિઝર્વ બેંકે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, રિઝર્વ બેંકની ૧૯ સ્થાનિક કચેરીઓમાં અડધા દિવસની રજા રહેશે. જેથી ગ્રાહકો ૨૨ જાન્યુઆરીએ ૨૦૦૦ રૂપિયાની નોટ બદલી શકશે નહીં. ગ્રાહકો ૨૩ જાન્યુઆરી, ૨૦૨૪થી ૨૦૦૦ રૂપિયાની નોટ બદલી શકશે.

રિઝર્વ બેંકે ૧૯ મે ૨૦૨૩ના રોજ ૨૦૦૦ રૂપિયાની નોટને ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી. તે સમયે, ૨૦૦૦ની ૩.૫૬ લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. આ કિંમત ૨૯ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં ઘટીને માત્ર ૯,૩૩૦ કરોડ રૂપિયા રહી ગઈ છે. હજુ પણ ૨.૬૨ ટકા જેટલી ૨૦૦૦ રૂપિયાની નોટો બેંક સર્ક્‌યુલેશનમાં પરત આવી નથી.

ભારતીય રિઝર્વ બેંકે ૮ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં બેંકો અને પોસ્ટ ઓફિસમાં ૨૦૦૦ રૂપિયાની નોટો બદલવાનું જણાવ્યું હતું. જો કોઈ વ્યક્તિએ હજુ સુધી આ નોટ બદલી ના હોય તો ૧૯ સ્થળોએ આવેલી રિઝર્વ બેંકની ઓફિસમાં જઈને નોટ બદલી શકે છે. દિલ્હી, પટના, લખનૌ, મુંબઈ, ભોપાલ, જયપુર, ચંદીગઢ, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગુવાહાટી, જમ્મુ, કાનપુર, કોલકાતા, તિરુવનંતપુરમ અને નાગપુરની ઇમ્ૈં કચેરીમાં ૨૦૦૦ની નોટ બદલી શકાશે.

મહારાષ્ટ્ર સરકારે ૨૨ જાન્યુઆરીએ રજા જાહેર કરી છે. રાજ્ય સરકારે નેગોશિયેબલ ઇન્સ્ટ‰મેન્ટ એક્ટ, ૧૮૮૧ની કલમ ૨૫ હેઠળ રજા જાહેર કરી છે. જેથી ૨૨ જાન્યુઆરીએ સોમવારે સરકારી સિક્યોરિટીઝ, મની માર્કેટ અને રૂપી ઈન્ટરેસ્ટ રેટના ડેરિવેટિવ્સમાં કોઈ વ્યવહાર નહીં થાય. ૨૩ જાન્યુઆરીથી તમામ પ્રકારના નાણાંકીય વ્યવહારો કરી શકાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.