ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીને ૩ મહિનાના સમય પર સવાલ
નવી દિલ્હી, હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી-૨૦ સીરીઝ પૂરી કરી છે. જેમાં ટીમ ઇન્ડિયાએ ૩-૦થી જીત મેળવી હતી. હવે ટીમ ઇન્ડિયા સામે નવો પડકાર ઈંગ્લેન્ડનો છે. જેમાં હવે ૨૫ જાન્યુઆરીથી ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમશે. પરંતુ આ સીરીઝને લઈને તેની સમય મર્યાદા પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. જેમાં સૌથી મોટો પ્રશ્ન આ ટેસ્ટ સીરીઝ પૂરી કરવામાં ત્રણ મહિનાનો સમય લાગશે તે છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીના શેડ્યૂલ પર નજર કરીએ તો તેમાં ત્રણ મહિનાનો સમય લાગી રહ્યો છે. એવા અહેવાલો છે કે ૨૦ જાન્યુઆરીથી ટીમ ઈન્ડિયાનો કેમ્પ હૈદરાબાદમાં શરૂ થશે. મતલબ કે ટીમ ઈન્ડિયા આજથી ટેસ્ટ મેચની તૈયારીઓમાં લાગી જશે. પ્રથમ ટેસ્ટ મેચ ૨૫ થી ૨૯ જાન્યુઆરી વચ્ચે રમાશે.
બીજી મેચ ૨ થી ૬ ફેબ્રુઆરી દરમિયાન વિશાખાપટ્ટનમમાં રમાશે. જયારે ત્રીજી ટેસ્ટ મેચ ૧૫ થી ૧૯ ફેબ્રુઆરી વચ્ચે રાજકોટમાં રમાશે. ચોથી ટેસ્ટ રાંચીમાં ૨૩ થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ પછીની છેલ્લી ટેસ્ટ મેચમાં ૭ થી ૧૧ માર્ચ સુધી ધર્મશાલામાં રમાશે. જાે કે બંને ટીમે જાન્યુઆરીના મધ્યથી આ સીરીઝની તૈયારીઓ શરુ કરી દીધી છે.
તેમજ આ સીરીઝ માર્ચના બીજા સપ્તાહમાં પૂરી થશે એટલે કે બંને ટીમ આ સીરીઝના પાંચ મેચ રમવા માટે ત્રણ મહિનાનો સમય લેશે. એક સીરીઝ માટે ત્રણ મહિનાનો સમય લેવો યોગ્ય છે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. શી આ સીરીઝ ટૂંકી અને ઓછા સમયમાં પૂરી થઈ શકી હોત? માત્ર પ્રથમ અને બીજી મેચ વચ્ચે જ ત્રણ દિવસનું અંતર છે.
ત્યારબાદ બીજી અને ત્રીજી મેચ વચ્ચે આઠ દિવસનો ગેપ છે. તેમજ ચોથી અને પાંચમી ટેસ્ટ મેચમાં પણ છ દિવસનું અંતર છે. ભારતીય ટીમ હાલમાં જ સાઉથ આફ્રિકા પ્રવાસ પરથી પરત ફરી છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ સીરીઝ રમી હતી.
આ સીરીઝ ૧-૧ થી બરાબર રહી હતી. ઈંગ્લેન્ડ સામેની સીરીઝ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ઈંગ્લેન્ડ સામેની સીરીઝ જીતવી પડશે. હાલમાં ઈંગ્લેન્ડ એવી ટીમ છે જે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.
જ્યારથી બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન બન્યા અને બ્રેન્ડન મેક્કુલમ ટીમના કોચ બન્યા ત્યારથી ઈંગ્લેન્ડ એક પણ ટેસ્ટ સીરીઝ હારી નથી. SS2SS