Western Times News

Gujarati News

માઈગ્રન્ટ્‌સની ક્રિમિનલ ટ્રેસપાસિંગના ગુના હેઠળ ટેક્સાસે ધરપકડ શરૂ કરી

વોશિંગ્ટન, મેક્સિકો બોર્ડર પરથી અમેરિકામાં રોજેરોજ આઠથી દસ હજાર લોકો ઘૂસી રહ્યા છે ત્યારે હવે ટેક્સાસે આ મામલે આખરૂં વલણ અપનાવતા પહેલીવાર માઈગ્રન્ટ્‌સની ક્રિમિનલ ટ્રેસપાસિંગના ગુના હેઠળ ધરપકડ કરવાનું શરૂ કર્યું છે. સીએનએનના એક રિપોર્ટ અનુસાર, ટેક્સાસે મેક્સિકો બોર્ડરને અડીને આવેલા ઈગલ પાસના શેલ્બી પાર્કમાંથી કેટલાક માઈગ્રન્ટ્‌સની ધરપકડ કરી હતી. આ વિસ્તારનો ગયા સપ્તાહે તમામ કંટ્રોલ ટેક્સાસે પોતાને હસ્તક લઈ લીધા બાદ આ ધરપકડો કરવામાં આવી હતી.

ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના લેફ્ટનન્ટ ક્રિસ ઓલિવારેઝે આ અગે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે સિંગલ પુરુષ અને મહિલા માઈગ્રન્ટ્‌સની ધરપકડ કરવામાં આવી છે તેમજ જે માઈગ્રન્ટ્‌સ ફેમિલી સાાથે બોર્ડર ક્રોસ કરીને આવ્યા હતા તેમને બોર્ડર પેટ્રોલના હવાલે કરી દેવાયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ટેક્સાસના બોર્ડર ડિઝાસ્ટર ડિક્લેરેશન હેઠળ આ ધરપકડ કરવાામાં આવી છે, અને આગામી દિવસોમા પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. જે લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે તેમાં અઝરબૈજાનના બે યુવકો સહિતના લોકોનો સમાવેશ થાય છે.

જે જગ્યાએથી માઈગ્રન્ટ્‌સની ધરપકડ કરવામાં આવી હતી તેમાં શેલ્બી પાર્ક અને તેની આસપાસની પ્રાઈવેટ લેન્ડ્‌સનો સમાવેશ થાય છે. ટેક્સાસની પોલીસના જણાવ્યા અનુસાર, તમામ માઈગ્રન્ટ્‌સ પર ક્રિમિનલ ટ્રેસપાસિંગનો ચાર્જ લગાવ્યા બાદ તેમને યુએસ બોર્ડર પેટ્રોલના અધિકારીઓને સોંપી દેવાયા હતા. જાેકે, ટેક્સાસની આ કાર્યવાહીથી આગામી દિવસોમાં ટેક્સાસ સ્ટેટ અને ફેડરલ ગવર્મેન્ટ વચ્ચે આગામી દિવસોમાં માહોલ તંગ બની શકે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા ટેક્સાસને તાજેતરમાં જ એક લેટર મોકલવામાં આવ્યો હતો જેમાં એવું જણાવાયું હતું કે ટેક્સાસ મેક્સિકો બોર્ડરના અઢી માઈલના વિસ્તારમાં યુએસ બોર્ડર પેટ્રોલના એજન્ટોને જતાં નહીં રોકી શકે. ટેક્સાસ જે વિસ્તારોમાં બોર્ડર પેટ્રોલ એજન્ટ્‌સને રોકી રહ્યું છે તેમાં રિયો ગ્રાન્ડે નજીકના શેલ્બી પાર્કનો પણ સમાવેશ થાય છે, જ્યાં હજુ ગયા સપ્તાહે જ ત્રણ લોકોના નદીમાં ડૂબી જવાથી મોત થયા હતા. ટેક્સાસે આ વિસ્તારોમાં ફેન્સિંગ લગાવીને બોર્ડર પેટ્રોલ એજન્ટ્‌સને આવતા રોકી દીધા છે.

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ એવી ચેતવણી પણ ઉચ્ચારી હતી કે જાે ટેક્સાસે બોર્ડર પેટ્રોલ એજન્ટ્‌સને રોક્યા તો આ મામલો ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં જઈ શકે છે, અને ટેક્સાસ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. જાેકે, ટેક્સાસ ફેડરલ ગવર્મેન્ટની કોઈપણ વાત માનવા માટે તૈયાર નથી. એકાદ મહિના પહેલા ટેક્સાસે બોર્ડર પર ફેન્સિંગ કટ કરીને માઈગ્રન્ટ્‌સને આવવા દેતા એજન્ટોને તેમ કરતા અટકાવવા પણ કોર્ટમાં કેસ કર્યો હતો.

મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને ચાલુ સપ્તાહમાં એવરેજ રોજના ચાર હજાર માઈગ્રન્ટ્‌સ અમેરિકામાં પ્રવેશ્યા હતા, જ્યારે ડિસેમ્બરમાં આ આંકડો રોજના ૧૦ હજાર માઈગ્રન્ટ્‌સનો હતો. તેમાંય ટેક્સાસની હદમાં આવતા ઈગલ પાસમાં હાલ બોર્ડર પરથી રોજના ૭૫૦ માઈગ્રન્ટ્‌સને પકડવામાં આવી રહ્યા છે, પરંતુ ડિસેમ્બરમાં આ આંકડો ૨૪૦૦નો હતો. સીએનએનના રિપોર્ટ અનુસાર, હાલના દિવસોમાં માઈગ્રન્ટ્‌સની સંખ્યા ઘટી છે, પરંતુ ભવિષ્યમાં તેમાં ફરી ઉછાળો આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.