અહીં આવેલું છે કાળા રામજીનું ચમત્કારિક મંદિરઃ અહીં લગ્ન થવાની માનતા પૂરી થાય છે
અહીં આવનાર વ્યક્તિને ઓટલો અને રોટલો બંને મળ્યા છે ૬૦૦ વર્ષના ઈતિહાસને કારણે મંદિરની મૂર્તિ અહીં સ્વંયભૂ હોવાનું જાણવા મળી રહ્યું છે.
(એજન્સી)અમદાવાદ, જો કોઈ યુવક અને યુવતીના લગ્ન થતાં ન હોય તો તે ૬૦૦ વર્ષ જૂના કાળા રામ મંદિરની માનતા રાખે તો તેમના લગ્ન જલદી થઈ જાય છે. આ ચમત્કારિક મંદિર અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી હાજા પટેલની પોળમાં આવેલું છે. જ્યાં ભગવાન રામ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે.
૬૦૦ વર્ષ જૂના આ મંદિરનો ઈતિહાસ પણ કાંઈક અલગ છે અને અહીં લોકો શ્રદ્ધાથી દર્શન કરવા માટે આવે છે. અયોધ્યામાં જે લોકો રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં જઈ નથી શક્યાતે લોકો આજે કાલુપુર ખાતે આવેલા કાળા રામ મંદિરમાં ભગવાનનાં દર્શન કરશે.
કાલુપુરમાં ૬૦૦ વર્ષ જૂનું કાળા રામનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે આ સ્થળ પર કોઈ વ્યક્તિ ભૂખી સૂતી નથી. અહીં આવનાર વ્યક્તિને ઓટલો અને રોટલો બંને મળ્યા છે ૬૦૦ વર્ષના ઈતિહાસને કારણે મંદિરની મૂર્તિ અહીં સ્વંયભૂ હોવાનું જાણવા મળી રહ્યું છે.
કાળા રામનું મંદિર તેના અમૂલ્ય અને ઐતિહાસિક ધરોહરના કારણે પ્રસિદ્ધ છે. અમદાવાદમાં રોજ સવારે થતી હેરિટેજ વોકમાં પણ મોટી સંખ્યામાં વિદેશીઓ ભગવાનના દર્શન માટે પહોંચે છે. કાળા રામનું મંદિર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં ભગવાન શ્રીરામ પદ્મસન મુદ્રામાં વિરાજમાન છે. એવું પણ કહેવાય છે કે કેટલાંય લોકોના લગ્ન અટકતાંં હોય તો ત્યાં માનતા રાખવાથી લગ્ન જલદી થાય છે.
અહીં ભગવાન શ્રીરામને કાળા રામ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ગુજરાતમાં શ્રીરામની મૂર્તિ કાળા પથ્થરમાંથી નિર્મિત છે.આપણે હંમેશાં જ્યારે શ્રીરામની મૂર્તિના દર્શન કરીએ છીએ ત્યારે તેમના ખભે ધનુષ્ય અને બાણ જોઈએ છીએ. પરંતુ લાકુપુરમાં આવેલા કાળા રામના મંદિરમાં ધ્યાન મુદ્રામાં હોવાથી તેમની પાસે ધનુષ્ય નથી.
અહીં મંદિરમાં બિરાજમાન વનવાસી શ્રીરામ છે. તેઓ જ્યારે ચિત્રકૂટ વનવાસ ભોગવી રહ્યાં હતા ત્યારે સંધ્યા કાળે ધ્યાન મુદ્રાનાં દર્શન અહીં થાય છે. એટલા જ માટે તેમની નજીક લક્ષ્મણજી બાણ અને ધનુષ સાથે સેવા કરતાં નજરે પડે છે.
મોટાભાઈના ધ્યાનમાં કોઈ ખલેલ ન પાડી શકે તે માટે લક્ષ્મણજી તેમના પડખે ઉભા છે સામાન્ય રીતે દરેક રામ મંદિરમાં હનુમાનજી શ્રીરામના ચરણોમાં બિરાજમાન હોય છે. પરંતુ અહીં હનુમાનજીની મૂર્તિ શ્રીરામથી થોડા અંતરે છે. તેનું એક કારણ એવું પણ છે કે ચિત્રકૂટમાં જ્યારે શ્રીરામ વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે હનુમાનજી સાથે તેમનો મેળાવ થયો નહોતો.