Western Times News

Gujarati News

અયોધ્યામાં રામરક્ષા સ્તોત્રનું પરફોર્મન્સ અમદાવાદના દિવ્યાંગ ઓમ વ્યાસે કર્યું

અયોધ્યાની રામકથામાં ભારતભરમાંથી ૭પ દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુ યુવાનોને આમંત્રિત કરાયા હતા

(એજન્સી)સાણંદ, અમદાવાદના ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમ વ્યસ કે જે લખી કે વાંચી શકતો નથી તથા પોતાની દૈનિક દિનચર્યા પણ જાતે કરી શકતો નથી. પરંતુ કુદરતી બક્ષીસના કારણે ઓમ સાંભળીને સંસ્કૃતિના અનેક શ્લોકો બોલી શકે છે. ઓમને સંસ્કૃતના હજારો શ્લોકો મોઢે કંઠસ્થ છે.

અયોધ્યા ખાતે રર જાન્યુઆરીએ આયોજીત થનારા ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવને પગલે યોજાયેલ રામકથાના ભાગરૂપે સમગ્ર દેશભરમાંથી ૭પ જેટલા દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં ઓમ વ્યાસે સુંદર પરફોર્મન્સ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ઓમના આ ટેલેન્ટના કારણે રામાનંદ મિશનના સંસ્થાપક પદ્મવિભુષણ જગદગુરુ રામાનન્દાચાર્યજી મહારાજ દ્વારા ૧પ જાન્યુઆરીના રોજ યોજાયેલ રામકથામાં રામરક્ષા શ્લોકોનું પઠન કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

દિવ્યાંગ યુવાન ઓમ વ્યાસે અત્યાર સુધી ૪૦૦થી વધુ શો કર્યા છે. જેમાં કાંકરીયા કાનિર્વલ, નવરાત્રી, ભાદરવી પુનમ અંબાજી ખાતે સોમનાથ મંદીર ખાતે જેથી અનેક ખ્યાતનામ જગ્યાએ પરફોર્મન્સ કર્યા છે. ઓમને અનેક વાર એવોર્ડસ મેડલ્સ, ટ્રોફી, સર્ટીફીકેટ થી સન્માનીત કરવામાં આવ્યો છે.

ઓમના આ ટેલેન્ટના કારણે તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડસ એશીયા બુક ઓફ રેકોર્ડસ ઈન્ડીયા બુક ઓફ રેકોડસ જેવી અલગ અલગ ૧૮ બુકસમાં નામ નોમીનેટ થયું છે. અત્રે ઉલ્લેખનીય છેકે, ઓમ વ્યાસને ર૦૧૭માં પુર્વ રાષ્ટ્રપતી શ્રી રામનાથ કોવિદ દ્વારા નેશનલ એવોર્ડ એનાયત કરાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.