બ્રેટ લીના કોન્સર્ટમાં મેક્સવેલે ખૂબ દારૂ ઢિંચતા બિમાર પડ્યો
મેલબર્ન, ઑસ્ટ્રેલિયન ક્રિકેટરો સિરીઝ પછી દારૂની પાર્ટી કરવા માટે જાણીતા છે. ગયા વર્ષે ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ સિરીઝ પછી તેમણે દારૂનો જલસો માણ્યો હતો. મિચલ માર્શે તો નવેમ્બરમાં અમદાવાદમાં કમાલ જ કરી નાખી હતી. વન-ડે વર્લ્ડ કપમાં ભારત સામેની ફાઇનલ પછી તેણે ખૂબ દારૂ પીધો હતો અને નશાચૂર હાલતમાં એક હાથમાં ગ્લાસ પકડીને વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને બેસી ગયો હતો.
ગ્લેન મૅક્સવેલ પણ કંઈ વખાણવા જેવો નથી. ગયા અઠવાડિયે ઍડિલેઇડમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ પછી તે એક લેટ-નાઇટ પાર્ટીમાં ગયો હતો જ્યાં ખૂબ દારૂ પીધો અને પછી બીમાર પડી ગયો હતો. નવાઈની વાત એ છે કે એ પાર્ટી તેના જ દેશના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીનાં કૉન્સર્ટને લગતી હતી.
બ્રેટ લીનું ’સિક્સ ઍન્ડ આઉટ’ નામનું મ્યૂઝિક બૅન્ડ છ અને એની સાથે જાેડાયેલા કૉન્સર્ટમાં મૅક્સવેલ પોતાને ક્નટ્રોલમાં ન રાખી શક્યો અને એટલો બધો દારૂ પીધો કે ઍમ્બ્યૂલન્સ બોલાવવી પડી અને તેણે સીધા હૉસ્પિટલ ભેગા થઈ જવું પડ્યું હતું.
ઑસ્ટે્રલિયન ક્રિકેટ બોર્ડ મૅક્સવેલની આ ઘટનાથી બરાબર વાકેફ છે અને ઘટના વિશે તપાસ કરી રહ્યું છે. એક અહેવાલ મુજબ મૅક્સવેલ ઍડિલેઇડમાં કોઈ ક્રિકેટ સંબંધિત વિઝિટ પર નહોતો, પણ એક સેલિબ્રિટી ગૉલ્ફની ઇવેન્ટના કારણસર આ શહેરમાં ગયો હતો અને પાર્ટી-શાર્ટી તેને ભારે પડી ગઈ.મૅક્સવેલે ગયા અઠવાડિયે બિગ બૅશ લીગની મેલબર્ન સ્ટાર્સ ટીમની કૅપ્ટન્સી છોડી દીધી હતી.
ફરી એકવાર આ ટીમ ટ્રોફી માટેની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ એના ગમમાં મૅક્સવેલે આટલો બધો દારૂ પીધો હતો કે શું? એવું સોશિયલ મીડિયામાંના તેના કેટલાક ચાહકોને લાગી રહ્યું છે. બીજું, બીજી ફેબ્રુઆરીએ ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રણ મૅચની જે વન-ડે શ્રેણી શરૂ થવાની છે એ માટેની ૧૩ ખેલાડીઓની ઑસ્ટે્રલિયન ટીમમાં પણ મૅક્સવેલનું નામ નથી. SS2SS