Western Times News

Gujarati News

ભારતમાં જલદી થશે એલન મસ્કની એન્ટ્રી

જિયો અને એરટેલ સાથે થશે સીધી ટક્કર

નવી દિલ્હી, ટેસ્લાના માલિક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી કરવા જઇ રહ્યા છે. જો કે, આ એન્ટ્રી ટેસ્લા મારફતે નહીં પરંતુ સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક મારફતે થશે. એવું માનવામાં આવે છે કે સ્ટારલિંકને ટૂંક સમયમાં નિયમનકારી મંજૂરી મળવા જઈ રહી છે.

આ માટેની તપાસ અંતિમ તબક્કામાં છે. લાયસન્સ મળતાની સાથે જ કંપની ભારતમાં કામ શરૂ કરશે. સ્ટારલિંકના આવવાથી ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટીની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. મનીકંટ્રોલ રિપોર્ટ અનુસાર, એલન મસ્કની સ્ટારલિંક ડિપાર્ટમેન્ટ આૅફ પ્રમોશન આૅફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ સમક્ષ તેની શેરહોÂલ્ડંગ પેટર્ન વિશે માહિતી આપવા જઈ રહી છે. આ પછી તેને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ તરફથી ઓપરેટિંગ સર્ટિફિકેટ મળશે.

અહેવાલ મુજબ આ પછી દૂરસંચાર વિભાગ દ્વારા ટેલિકોમ સચિવ નીરજ મિત્તલ અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવને એક પત્ર મોકલવામાં આવશે. મંત્રાલયની મંજૂરી મળ્યા પછી સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ વિંગ દ્વારા સ્ટારલિંકને મંજૂરી પત્ર આપવામાં આવશે. સ્ટારલિંકે ૨૦૨૨ માં તેના ગ્લોબલ મોબાઇલ પર્સનલ કોમ્યુનિકેશન્સ બાય સેટેલાઇટ સર્વિસિસ લાયસન્સ માટે અરજી કરી હતી. મંજૂરી મળ્યા પછી તેહીઉીહ્વ અને ઇીઙ્મૈટ્ઠહષ્ઠી ર્ત્નૈ પછી આ લાયસન્સ મેળવનારી ત્રીજી કંપની બની જશે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સ્ટારલિંક ગ્રાહકોને ૨૫ થી ૨૨૦ સ્હ્વpજ સુધીની ડાઉનલોડ સ્પીડ આપશે. કંપની દ્વારા દાવો કરવામાં આવે છે કે તેમની અપલોડ સ્પીડ લગભગ ૫ થી ૨૦ સ્હ્વpજ છે. સ્ટારલિંક વેબસાઈટ દાવો કરે છે કે મોટાભાગના ગ્રાહકો ૧૦૦ સ્હ્વpજ થી વધુની ડાઉનલોડ સ્પીડનો આનંદ માણી રહ્યા છે.

હાલમાં ભારતના અંતરિયાળ વિસ્તારોમાં ટાવર્સના ઓÂપ્ટકલ ફાઈબર દ્વારા આટલી ઝડપ મેળવવી મુશ્કેલ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સ્ટારલિંક સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ પ્રદાન કરે છે, તેથી તે ૫ય્ ને બદલે ૪ય્ સ્પીડ પ્રદાન કરવામાં સક્ષમ હશે. સ્ટારલિંકે હાલમાં ભારતના દરો નક્કી કર્યા નથી.

પરંતુ, રિપોર્ટ અનુસાર, કંપનીના ભૂતપૂર્વ ઈન્ડિયા હેડના જણાવ્યા અનુસાર, તેની કિંમત પહેલા વર્ષમાં લગભગ ૧.૫૮ લાખ રૂપિયા અને બીજા વર્ષે ૧.૧૫ લાખ રૂપિયા હોઈ શકે છે. તેના પર ૩૦ ટકા ટેક્સ પણ ભરવો પડશે. આમાં ડિવાઇસની કિંમત ૩૭૪૦૦ રૂપિયા છે અને દર મહિને ૭૪૨૫ રૂપિયા વસૂલવામાં આવી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.