બિગ બોસમાં વિનર બનતાં જ લખપતિ થયો મુનવ્વર ફારૂકી
મુંબઈ, કોમેડિયન મુનવ્વર ફારૂકીએ બિગ બોસની ૧૭મી સીઝનનો ખિતાબ જીતી લીધો છે. રવિવારે મોડી રાતે વિજેતાનું એલાન કરી દેવામાં આવ્યું છે. તેવામાં અભિષેક કુમાર ફર્સ્ટ રનર અપ રહ્યો. બિગ બોસ ૧૭નું ફિનાલે આશરે ૬ કલાક ચાલ્યું છે.
બિગ બોસનો ખિતાબ જીત્યા બાદ મુનવ્વરને બિગ બોસની ટ્રોફી, ૫૦ લાખ રૂપિયા અને એક શાનદાર ગાડી ઇનામ તરીકે મળી છે. ફિનાલે દરમિયાન અભિષેક કુમાર અને મુનવ્વર ફારૂકીની બિગ બોસ ૧૭ના ઘરમાં રહેતા ભાવુક થઇ ગયા. તેવામાં ત્રીજા નંબરે મન્નારા ચોપરા હતી.
શોમાં સૌથી ચોંકાવનારું એવિક્શન અંકિતા લોખંડેનું રહ્યું. તે ચોથા નંબર પર રહી. શોના ફિનાલેના અંતમાં સલમાન ખાને મુનવ્વર ફારૂકીનો હાથ ઉઠાવ્યો અને તેને વિજેતા ઘોષિત કર્યો. ફિનાલેમાં ઘણી બોલિવુડ હÂસ્તઓએ પણ હાજરી આપી.
આ દરમિયાન અજન દેવગણ, આર માધવન, માધુરી દીક્ષિત, સુનીલ શેટ્ટી, કોમેડિયન કૃષ્ણા, સના રઇસ ખાન, કોમેડિયન ભારતી, અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ હાજર રહ્યાં. શોના ફિનાલેમાં ૫ કન્ટેસ્ટન્ટ બચ્યા હતાં. જેમાં ધીમે-ધીમે બધા બહાર નીકળતા ગયાં.
અંકિતા લોખંડેએ બિગ બોસની ૧૭મી સીઝનમાં ખૂબ લાઇમલાઇટ લૂંટી. પરંતુ ચોથા નંબર પર અંકિતાને પણ બિગ બોસે બહારનો રસ્તો બતાવી દીધો. બિગ બોસની ૧૭મી સીઝનનો ખિતાબ મુનવ્વર ફારૂકીના નામે રહ્યો. ટીવીની દુનિયામાં ટીઆરપી કિંગ ગણાતો આ શો ૧૬ ઓક્ટોબરે કલર્સ ટીવી પર શરૂ થયો હતો.
આ પછી આ શો પોપ્યુલર થતો રહ્યો. શોના કન્ટેસ્ટન્ટ્સ પણ મીડિયામાં ઘણી ચર્ચામાં આવતા રહ્યા. આ શોએ મુનવ્વર ફારૂકી અને અંકિતા લોખંડેની પોપ્યુલારિટીમાં પણ ચાર ચાંદ લગાવ્યા. ચોથા નંબરે શોમાંથી બહાર થઈ ગયેલી એક્ટ્રેસ અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે શોમાં પહોંચી હતી. પરંતુ વિકી જૈન ફિનાલે પહેલા જ બહાર થઇ ગયો હતો. આ પછી અંકિતા લોખંડે ફિનાલે સુધી હાજર રહી.
આ પછી રવિવારે અંકિતાને પણ ચોથા નંબરે બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. બિગ બોસની અત્યાર સુધી ૧૬ સીઝન રિલીઝ થઈ ચૂકી છે. આ વખતે બિગ બોસની ૧૭મી સીઝન હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોના હોસ્ટ સલમાન ખાને બિગ બોસના સેટ પર કન્ટેસ્ટન્ટ્સની ખૂબ ઝાટકણી કાઢી હતી.
આ સાથે કન્ટેસ્ટન્ટ્સે પણ શોમાં ખૂબ જ મસ્તી કરી હતી. બિગ બોસની ૧૭મી સિઝનનું ફિનાલે ૬ કલાક ચાલ્યું હતું. આ પહેલીવાર છે જ્યારે બિગ બોસની ફિનાલે ૬ કલાક સુધી ચાલ્યું હતુ. અગાઉ તમામ સિઝનની ફાઇનલ માત્ર ૩ કલાકમાં પૂરુ થતુ હતુ. પરંતુ આ વખતે ફિનાલે પૂરા ૬ કલાક સુધી ચાલ્યું હતું.SS1MS