Western Times News

Gujarati News

બલૂચિસ્તાનના બે શહેરમાં પાક. સેનાની ચોકી પર હુમલામાં ૪૫ સૈનિકોનાં મોત

ઈસ્લામાબાદ, બલૂચિસ્તાનમાં પાકિસ્તાનની સરકાર સામે ભડકેલી વિદ્રોહની આગ ભારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે.

બલૂચ લિબરેશન આર્મીએ બલૂચિસ્તાનના માચ અને બોલન શહેરમાં પાકિસ્તાની સેનાની ચોકીઓ પર એક પછી એક સંખ્યાબંધ હુમલા કર્યા હોવાનો અને તેમાં ૪૫ સૈનિકોના મોત થયા હોવાનો દાવો કર્યો છે.

બીજી તરફ પાકિસ્તાની મીડિયાના કહેવા પ્રમાણે આ હુમલાઓમાં ઓછામાં ઓછા ૧૦ સૈનિકો માર્યા ગયા છે. સરકાર તરફથી આ બાબતને સમર્થન અપાયુ નથી. બીજી તરફ એવુ કહેવાઈ રહ્યુ છે કે, બલૂચ વિદ્રોહીઓએ ઘણા પાકિસ્તાની સૈનિકોને બંધક પણ બનાવ્યા છે. બલૂચ લિબરેશન આર્મીએ માચ અને બોલન શહેરની આસપાસ સુરંગો પણ બીછાવી દીધી છે અને પાકિસ્તાની સેનાને શહેરોમાં પ્રવેશતા રોકવા માટે લડત આપી રહી છે.

બલૂચો દ્વારા થયેલા હુમલામાં માચ શહેરની જેલ તેમજ સરકારી ઈમારતોને ઘણુ નુકસાન થયુ છે. બલૂચ લિબરેશન આર્મીએ રેલવે સ્ટેશનને પોતાના નિયત્રણ હેઠળ લેવાનો દાવો કર્યો છે. જ્યારે પાકિસ્તાની સરકારનુ કહેવુ છે કે, સોમવારની રાત્રે ૩ મોટા હુમલા બલૂચ વિદ્રોહીઓ દ્વારા થયા હતા પણ આ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. કોઈ સરકારી ઈમારતો પર બલૂચોનો કબ્જાે થયો ન થી.

બલૂચ લિબરેશન આર્મીએ કહ્યુ છે કે, આ અભિયાનમાં અમારા સ્પેશ્યિલ યુનિટ, માજિદ બ્રિગેડ, ફતેહ સ્કવોડ સામેલ છે. લોકો પોતાના ઘરોમાં જ રહે અને હાઈવે પર અવર જવર કરવાનુ ટાળે. એવુ પણ જાણવા મળ્યુ છે કે, પાકિસ્તાની આર્મી તેમજ બલૂચ વિદ્રોહીઓ વચ્ચે કલાકોથી અથડામણ ચાલુ છે અને હવે પાકિસ્તાની સેના લડાકુ હેલિકોપ્ટરોનો પણ ઉપયોગ કરી રહી છે. માચ શહેરની જેલમાં ૮૦૦ જેટલા બલૂચ વિદ્રોહીઓને પૂરવામાં આવ્યા છે અને તેમને છોડાવવા માટે બલૂચ લિબરેશન આર્મીએ હમલો કર્યો હોવાનુ પણ કહેવાઈ રહ્યુ છે. દરમિયાન માચ જિલ્લાની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે.

જાેકે હમાસે તો આ ઓફર ઠુકરાવી દીધી છે અને કહ્યુ છે કે, પહેલા યુધ્ધ બંધ કરવામાં આવે અને એ પછી જ બંધકોની મુક્તિ માટે વાતચીત થશે. ઈઝરાયેલનુ કહેવુ છે કે, હજી પણ ૧૩૦ જેટલા બંધકો હમાસની કેદમાં છે.

આ પહેલા એક સપ્તાહના યુધ્ધ વિરામ વખતે હમાસે ૧૦૦ જેટલા બંધકોને છોડયા હતા. જાેકે ફરી એક વખત કામચલાઉ યુધ્ધ વિરામની ઓફર હમાસે ફગાવીને કહ્યુ છે કે, ગાઝામાંથી ઈઝરાયેલની સેના સંપૂર્ણપણે પાછી ફરે તેમજ ઈઝરાયેલની જેલમાં પૂરવામાં આવેલા પેલેસ્ટાઈનના નાગરિકોને છોડવામાં આવે એ પછી જ અમે બંધકોને છોડીશું. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.