Western Times News

Gujarati News

અંડર-૧૯ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારત-પાક.ની ટક્કરની શક્યતા

દુબઇ, આઇસીસી મેન્સ અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૪નો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ ટૂર્નામેન્ટ ૩૦ જાન્યુઆરીથી તેના બીજા તબક્કામાં પ્રવેશ કરશે. ૧૨ ટીમો ટૂર્નામેન્ટના સુપર-છ રાઉન્ડમાં પહોંચી છે. હવે સુપર-છ તબક્કાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ભારતે તેની આગામી બે મેચ ન્યૂઝીલેન્ડ અને નેપાળ સાથે રમવાની છે. આ પછી નોકઆઉટ મેચો રમાશે. ભારત અને પાકિસ્તાન સેમિફાઇનલમાં ટકરાઇ શકે છે.

પ્રથમ તબક્કામાં ગ્રૂપ-એ અને ગ્રૂપ-ડીની ટીમો સુપર-છ તબક્કામાં એક જ ગ્રૂપમાં હશે અને એકબીજાની વચ્ચે મેચ રમશે. પ્રથમ તબક્કામાં ગ્રૂપ-બી અને ગ્રૂપ-સીની ટીમો સુપર-છમાં એક જ ગ્રૂપમાં હશે અને એકબીજાની વચ્ચે મેચ રમશે. ભારતે બંગ્લાદેશ અને આયરલેન્ડની ટીમોને હરાવી હતી.

ગ્રૂપ-એમાંથી ભારત, બંગ્લાદેશ, આયરલેન્ડ અને ગ્રૂપ-ડીમાંથી પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, નેપાળ સુપર-છ સ્ટેજમાં સ્થાન મેળવ્યું છે. ગ્રૂપ-બીમાંથી દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ગ્રૂપ સીમાંથી ઑસ્ટે્રલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વેએ સુપર-છમાં સ્થાન મેળવ્યું છે.

યુનાઇટેડ સ્ટેટ્‌સ, અફઘાનિસ્તાન, નામિબિયા અને સ્કોટલેન્ડની ટીમો ટૂર્નામેન્ટના બીજા તબક્કામાં આગળ વધી શકી નથી. આ ચાર ટીમો અંતિમ ચાર સ્થાનો માટે પ્લે-ઓફમાં ટકરાશે. સુપર-છ તબક્કામાં ટીમો તેમના ગૂપમાં બે મેચ રમશે. આનો અર્થ એ થયો કે ભારત ન્યૂઝીલેન્ડ અને નેપાળ સામે ટકરાશે.
બે સુપર-છ ગ્રૂપમાંથી ટોચની બે ટીમો પછી સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. બે સેમિફાઇનલ છ અને આઠ ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. ફાઇનલ ૧૧ ફેબ્રુઆરીના રોજ રમાવાની છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.