Western Times News

Gujarati News

ભરૂચ એ ડીવીઝન પોલીસે વિદેશી દારૂ અને ટેમ્પો સાથે એકની અટકાયત કરી

૭૫૦ તથા ૧૮૦ મીલીની કાંચની કુલ ૩૨૮ બોટલ તથા એક ફોર વ્હીલ ટેમ્પો મળી કુલ  ૨,૪૨,૬૦૦નો મુદ્દામાલ જપ્ત

ભરૂચ: વડોદરા રેન્જ પોલીસ મહાનીરીક્ષક અભયસિંહ ચુડાસમા તથા ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં પ્રોહીબિશન અને જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જેઓની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમી મળેલ કે દાંડીયા બજાર સ્વામીનારાયણ મંદીર પાસે રહેતો લીસ્ટેડ બુટલેગર નરેશ કીશન કહાર નાઓ પોતાના ઘર પાસે રોડની સાઈડમાં એક સફેદ કલરનો ફોરવીલ છોટા હાથી ટેમ્પો જેનો નં જીજે ૧૬ ડબ્લ્યુ ૦૩૬૬ નો ઉભેલ હોય..

જેમા વિદેશી દારૂ છુપાવેલ હોય જે આધારે બાતમી વાળી જગ્યા પર રેડ કરી છોટા હાથી ટેમ્પો પકડી પાડી તેમા ચેક કરતા ૧૮૦ મીલી તથા ૭૫૦ ની ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની નાની-મોટી કુલ બોટલ નંગ ૩૨૮ જેની કુલ કિંમત રૂપિયા ૯૩,૬૦૦ તેમજ ફોરવ્હીલ ટેમ્પા નં જીજે ૧૬ ડબ્લ્યુ ૦૩૬૬ ની ૧,૫૦,૦૦૦ ગણી તથા એક મોબાઈલ કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ ૨,૪૮,૬૦૦ કિંમત રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી નરેશ કીશન કહાર રહે. દાંડીયાબજાર, સ્વામીનારાયણ મંદીર પાસે, ભરૂચ તથા વોન્ટેડ આરોપીઓ નયન ઉર્ફે બોબડો કીશોર કાયસ્થ તથા અક્ષય વસાવા બન્ને રહે.દાંડીયાબજાર નાઓ વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ કલમ ૬૫ એ,ઈ,૮૧,૯૮(૨) મુજબ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.