Western Times News

Gujarati News

રાણા સમાજની યુવતી અમેરિકાની ધરતી ઉપર ટ્રેનિંગ લઇ પાયલોટ બની

માત્ર ૨૧ વર્ષની ઉંમરમાં જ યુવતી બની ગઇ પાયલોટ

(એજન્સી)સુરત, રાણા સમાજની એક યુવતી અમેરિકાની ધરતી ઉપર ટ્રેનિંગ લઇ પાયલોટ બની છે. આ સમાચાર મળતાની સાથે જ સુરતના રાણા સમાજ સાથે પરિવારમાં ખુશીમાં માહોલ જોવા મળી રહ્યો છે. માત્ર ૨૧ વર્ષની દિપાલી રાણા નામની આ યુવતીને પાયલોટ બનેલી જોઈને સમાજના યુવક અને યુવતી પણ આ પ્રકારે સમાજનું નામ રોશન કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે.

સુરતમાં રહેતા સુરતીઓ ખાવા પીવાના શોખીન સાથે દરેક પ્રસંગને તહેવારમાં ઉજવવા માટે જાણીતા છે. ત્યારે સુરતની રાણા સમાજના કોમ્યુનિટીમાં સામાન્ય રીતે યુવક-યુવતીઓ વધારે અભ્યાસ કરતા નથી. આ સમાજમાં મોટાભાગના પરિવારો જરી અથવા તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોડાયેલા હોય છે. જેથી તેમના બાળકો પણ આ દિશામાં જ આગળ વધતા હોય છે. યુવતીઓના ૧૮થી ૨૦ વર્ષની ઉંમરમાં પરિવાર દ્વારા લગ્ન કરાવી દેવામાં આવતા હોય છે.

ત્યારે આના સમાજની જ યુવતી દિપાલી આજથી સાત વર્ષ પહેલા પરિવાર સાથે અમેરિકા ગઈ હતી અને પ્લેનમાં બેસતાની સાથે જ આ પ્લેન કેવી રીતે ઉડે છે તે વિચારી પાયલોટ બનવાનું નક્કી કર્યું હતું. ખુશીનો માહોલ છે. કારણ કે, આ સમાજના યુવક અને યુવતી ઓછો અભ્યાસ કરતા હોય છે. ત્યારે આ યુપીએ તનતોડ મહેનત કરી પાયલોટ બનીને પરિવાર સાથે સમાજનું નામ રોશન કર્યું છે.

દિપાલી નાની આયુથી સમાજના યુવકો માટે હાલ પ્રેરણા બની છે. જેના કારણે પરિવારમાં તો ખુશીનો માહોલ છે આ સાથે સાથે સમાજમાં પણ કારણ કે, આ સમાજની દીકરી પાયલોટ બનતા સમાજમાં લોકો તેની પ્રસંશા કરી રહ્યા છે. આ સાથે મેળવેલી સિદ્ધિને ધ્યાનમાં રાખી આ સમાજના યુવક યુવતીઓ પણ તેની જેમ પાયલોટ અથવા અન્ય કોઈ સારું કામ કરીને સમાજ સાથે પરિવારનું નામ રોશન કરવા માંગી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.