Western Times News

Gujarati News

ગિફ્ટ સિટીમાં બનશે દેશનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન

Gift city Gandhinagar

આ પોલીસ મથક દુબઈનાં સ્માર્ટ પોલીસ સ્ટેશનથી પ્રેરિત છે-ગિફ્ટ સિટીનું પોલીસ મથક કોર્પાેરેટર ગિફ્ટ સિટીનું પોલીસ મથક કોર્પાેરેટર ઓફિસ જેવું દેખાશે. 

અમદાવાદ, ગાંધીનગરમાં બનેલી ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં દેશનું પ્રથમ માનવરહિત પોલીસ મથક બનવા જઈ રહ્યું છે. આ પોલીસ મથક દુબઈનાં સ્માર્ટ પોલીસ સ્ટેશનથી પ્રેરિત છે. આ માટે વિશેષ કાર્યપદ્ધતિ તૈયાર કરાઈ રહી છે. આ પ્રકારનાં પોલીસમથકોમાં કેવી રીતે કામ થાય છે.

એ સમજવા માટે ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા આસમસેટ્ટી અને ગૃહ વિભાગના એક આઈએએસ અધિકારીએ દુબઈનો પ્રવાસ પણ ખેડ્યો હતો. પોલીસ મથકમાં નહીં પરંતુ લોકોની વચ્ચે રહે, એ વાત પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

આ માટે આ મથકમાં કોઈ પોલીસકર્મી નહીં મળે. સમગ્ર સ્ટાફ ફિલ્ડમાં રહેશે. લોકો કિયોસ્ક થકી તમામ વહીવટી કાર્યાે કરશે. ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં દેશ જ નહીં. વિશ્વભરમાંથી લોકો આવશે. એ સ્થિતિમાં સુરક્ષા માટે પોલીસ ઉપરાંત ખાનગી સિક્યોરિટીનું સુપરવિઝન પણ પોલીસ પાસે જ રહેશે.

વાસ્તવમાં ગિફ્ટ સિટીમાં વિદેશી બિઝનેસમેન અને જૂથો વારંવાર આવશે. દેશના મોટામોટા વેપારી પણ વૈશ્વિક સ્તરનાં કામકાજનો વ્યાપ અહીંથીજ વધારશે. આથી નેકસ્ટ લેવલ સુરક્ષા વ્યવસ્થા આવશ્યક છે. ગિફ્ટ સિટીમાં ચોરી, લૂંટ, હત્યા જેવા ગુના કરતાં સાઇબર ફ્રોડ અને ઇકોનોમિક ફ્રોડ જેવા ગુના વધુ બની શકે છે. એ વાત પણ પોલીસના અધ્યયનમાં ધ્યાને આવી છે. આ પડકારોને ધ્યાનમાં રાખીને આ પોલીસ મથકનો કોન્સ્પેક્ટ તૈયાર કરાયો છે.

ગિફ્ટ સિટીનું પોલીસ મથક કોર્પાેરેટર ગિફ્ટ સિટીનું પોલીસ મથક કોર્પાેરેટર ઓફિસ જેવું દેખાશે. મથકમાં કોઈ પોલીસકર્મી નહીં હોય. માત્ર કિયોસ્ક હશે. ફરિયાદ દાખલ કરવી, જરૂરી મંજૂરી મેળવવી. પોલીસ બંદોબસ્ત, પાસપોર્ટ ઈન્કવાયરી જેવાં કામ કિયોસ્કથી જ થશે. મથકમાં આવનારા લોકોની મદદ માટે ચેટબોટ હશે.
આ મથકમાં સ્થાનિક ભાષા ઉપરાંત હિંદી-અંગ્રેજીમાં વાતચીત કરવામાં નિપુણ કર્મચારીને જ મૂકવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.