કંપનીમાં કામ કરતાં સેલ્સ એક્ઝિક્યુટિવ સામે પોલીસ સ્ટેશનમાં કાર કંપનીએ ફરિયાદ કરી
સેલ્સ એક્ઝિક્યુટિવ વેચેલી પાંચ કારનાં નાણાંમાંથી રૂ. ૨.૨૭ લાખ ‘ચાંઉ’ કરી ગયો
(એજન્સી)અમદાવાદ, શહેરના છેવાડે આવેલા જેતલપુર ખાતે કાર્ગાે મોટર પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા યુવકે ૨.૨૭ લાખ રૂપિયાનું ચીટિંગ આચરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. યુવકે ટાટા કંપનીની પાંચ ગાડી ૨૭.૮૮ લાખ રૂપિયામાં વેચી હતી. જેમાંથી તેણે ૨.૨૭ લાખ રૂપિયા ચાંઉ કરીને નોકરી છોડી દીધી હતી. કંપનીમાં ગ્રાહકના રૂપિયા જમા નહીં કરાવતાં અને તેની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં આવેલા મોટા ચિલોડામાં રહેતા બિપિનભાઈ વ્યાસે નારોલ પોલીસ સ્ટેશનમાં સની અમરસિંહ ચૌહામ (રહે. વિનાયક સોસાયટી, ધોળકા) વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. બિપિનભાઈ છેલ્લા આઠ મહિનાથીત મોટા ચિલોડા ખાતે રહે છે અને જેતલપુર ખાતે આવેલા કાર્ગાે મોટર પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં એડમિન મેનેજર તરીકે ફરજ બજાવે છે.
હાલ બિપિનભાઈ વ્યાસ એસ.જી. હાઈવે પર આવેલી કચેરીમાં બેસે છે. કાર્ગાે મોટરની જેતલપુર બ્રાંચમાં સેલ્સ એÂક્ઝક્યુટિવ તરીકે સની ચૌહાણ છેલ્લા ૨૦૨૧થી નોકરી કરતો હતો. સનીનું કામ કોમર્શિયલ વાહનનું વેચાણ કરવાનું હતું.સનીનું કામ ગ્રાહકો પાસે જઈને વાહનોની જમણ પૂરી પાડીને વેચવાનું હતું. જો ગ્રાહક વાહન ખરીદવા તૈયાર થઈ જાય તો તેની પાસેથી રૂપિયા લઈને કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવાનું હતું.
ફેબ્રુઆરી ૨૦૨૩માં ધાંગધ્રાની જય ભવાની એન્ટરપ્રાઈઝ કંપનીના માલિક વિક્રમસિંહ પઢિયારે પાંચ ટાટા એસ ગોલ્ડ ડીઝલ વાહનની ખરીદી હતી. વાહનની કિંમત ૨૭.૮૮ લાખ રૂપિયા થતી હતી. જેમાં ૨૫.૧૧ લાખ રૂપિયા કંપનીના એકાઉન્ટમાં જમા થયા હતા. બાકીના ૨.૨૭ લાખ રૂપિયા જય ભવાની એન્ટરપ્રાઈઝ પાસેથી લેવાના બાકી નીકળતા હતા.
બાકીના રૂપિયા કંપનીમાં જમા ન થથાં કર્મચારીએ જય ભવાની એન્ટરપ્રાઈઝના માલિક વિક્રમસિંહ પઢિયારનો સંપર્ક કર્યાે હતો. વિક્રમસિંહ પઢિયારે કંપનીના કર્મચારીઓને રૂપિયા ચૂકવી દીધા હોવાનું મૌખિક તેમજ લેખિતમાં કહ્યું હતું. વિક્રમસિંહ પઢિયારે ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ ૬૨૦૦૦ રૂપિયા, ૨૪ ફેબ્રુઆરીના રોજ ૪૨,૦૦૦ રૂપિયા, ૨૧ માર્ચના રોજ ૧.૯૩ લાખ રૂપિયા સનીને આપ્યા હતા.સનીના બેન્ક એકાઉન્ટમાં વિક્રમસિંહે કુલ ૨.૯૭ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. જેના પુરાવા પણ કંપનીને આપ્યા હતા.
સનીના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા થયા બાદ તેણએ ૫૦,૦૦૦ રૂપિયા કંપનીમાં ટ્રાન્સફર કર્યા હતા જ્યારે ૨.૭૭ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાના બાકી રાખ્યા હતા. સનીએ ૨૫ જૂન ૨૦૨૩ના રોજ ૧.૪૦ લાખ રૂપિયાનો ચેક કંપનીને આપ્યો હતો પરંતુ તેની બેન્કમાં એમાઉન્ટ ન હોવાથી તેને હાલ બેન્કમાં જમા કરાવવા માટેની કંપનીને ના પાડી દીધી હતી. સનીને આપેલ ચેક હજુ સુધી કંપની પાસે રહેલો છે જ્યારે તેણે પણ કહ્યા વગર નોકરી છોડી દીધી છે.
કંપનીના કર્મચારીના સનીને ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં અંતે તેણે ચીટિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. બિપિનભાઈએ સમગ્ર મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.