BJP મહિલા મોરચા કાર્યશાળા જંબુસરના એપીએમસી હોલ ખાતે યોજાઈ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર એપીએમસી હોલ ખાતે જંબુસર વિધાનસભા મતવિસ્તારની બીજેપી મહિલા મોરચાની શક્તિ વંદના કાર્યશાળા યોજાઈ હતી.
આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે.જે અંતર્ગત બીજેપી દ્વારા હોદ્દેદારો કાર્યકરો માટેના વિવિધ કાર્યક્રમો, બેઠકોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ત્યારે મહિલા મોરચા માટે પણ શક્તિ વંદના કાર્યશાળા યોજાઈ રહી છે.આજરોજ બપોરે બે કલાકે જંબુસર એપીએમસી હોલ ખાતે જિલ્લા મહિલા મોરચા પ્રમુખ પ્રફુલ્લાબેન દુધવાડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં જિલ્લા મહામંત્રી પલ્લવીબેન શાહ, કૌશલ્યાબેન દુબે,જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, પ્રતીક્ષાબેન પરમાર,ઉર્મિલાબેન,
મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, મનનભાઈ પટેલ,નગરપાલિકા પ્રમુખ અમિષાબેન શાહ જંબુસર,જલ્પાબેન પટેલ આમોદ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતાકી જય, વંદે માતરમ, નારી શક્તિ જિંદાબાદના નારા સાથે કાર્ય શાળાનો પ્રારંભ કરાયો, ત્યાર બાદ પરિચય કેળવાયો,જિલ્લા પ્રમુખ દ્વારા કાર્ય શાળા અંગે ટૂંક વિગતે સમજ આપી હતી.
આ સહિત જિલ્લા મંત્રી પ્રતીક્ષાબેન પરમાર એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી મહિલાઓને આત્મ સન્માન આપે છે.ચૂંટાયેલી પાંખ અને સંગઠનની પાંખ સાથે મળી કાર્ય કરશે તો પ્રગતિ થશે શક્તિ વંદના કાર્ય શાળામાં મહિલાઓમાં રહેલી શક્તિઓ અંગે ચર્ચા કરી,સરકારની વિવિધ યોજનાઓ જે સખીમંડળની બહેનોને તાલીમ આપવામાં આવે છે,તે મહિલાઓને જાગૃત કરવા સરકારનો વિનમ્ર પ્રયાસ છે.છેવાડાના ગામડા લેવલ સુધી સ્વ સહાય જૂથ બનાવવામાં આવે છે.
તેનાથી મહિલાઓ આત્મનિર્ભર બને છે,જેથી કુટુંબ પરિવાર ઊંચું આવે તો જ ગામ, સમાજ પ્રગતિ કરશે અને આત્મ નિર્ભર ભારત બનશે.ભરૂચ જિલ્લામાં અંદાજિત ૭૭,૦૯૧ મંડળો છે.તો સરકારની જેટલી યોજનાઓ છે તે ૧૧ થી ૨૦ લાખ લોકો સુધી પહોંચાડી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સમજાવવી,હાલ ભારત પ્રગતિના સોપાનો સર કરી રહ્યું છે.