રાજ્યભરમાં BJP દ્વારા ‘મહિલા મેડિકલ કેમ્પ’નું આયોજન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી પ્રિતમપુરા શાળા નંબર -૩ ખાતેના ‘મહિલા મેડિકલ કેમ્પ’ની મુલાકાત લીધી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સૂપોષણ કીટ સગર્ભા મહિલાઓને અપાઈ
ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચો તથા ડોક્ટર સેલ દ્વારા શ્રી રમાબાઈ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે ગુજરાત પ્રદેશના ૩૨ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘મહિલા મેડિકલ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ‘મહિલા મેડિકલ કેમ્પ’ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી પ્રિતમપુરા શાળા નંબર -૩ ખાતે આયોજિત મહિલા મેડિકલ કેમ્પની મુલાકાત લીધી હતી. BJP organizes ‘Mahila Medical Camp’ across the state
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રજાની વચ્ચે રહીને પ્રજા માટે કેવી રીતે કામ કરી શકાય અને પ્રજાને કેવી રીતે લાભો પહોંચાડી શકાય એનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યને લઈને કરવામાં સહરાનીય પહેલ અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રજાનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે સરકાર દ્વારા અનેક પહેલ કરવામાં આવી રહી છે અનેક સ્વાસ્થ્યને લગતી જાહેરાત નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનના બજેટમાં કરાઇ છે, જેમાં સર્વાઈકલ કેન્સરની વેક્સીનને પણ હવે ફ્રી આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે.
રાજ્યમાં આયોજિત મહિલા મેડિકલ કેમ્પ અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ કેમ્પ અનુસૂચિત જાતિ મોરચો અને ડોક્ટર સેલના સંયુક્ત પ્રયત્નથી ૩૨ જિલ્લા અને ૮ મહાનગર ખાતે મહિલા મેડિકલ કેમ્પ યોજાઇ રહ્યો છે. ત્યારે રાજ્યની તમામ બહેનોએ આ મેડિકલ કેમ્પનો લાભ લેવો જોઈએ અને પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરીને વિકસિત ભારતમાં સહભાગી થવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી સેવાકીય પ્રવૃતિ થતી જનતા જનાર્દન સાથે જોડાયેલી છે, ત્યારે મજબૂત સંગઠન શક્તિ ધરાવતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલ તેમજ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના માર્ગદર્શનમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરજીના ધર્મપત્ની શ્રી રમાબાઈ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યમાં મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજયમાં યોજાઈ રહેલા આ મેડિકલ કેમ્પમાં વિવિધ વિભાગના આશરે ૧૦૦૦ જેટલા નિષ્ણાંત મહિલા તબીબીઓ સેવા આપી રહ્યા છે. આ મેડિકલ કેમ્પમાં જનરલ તપાસ, સુગર તપાસ, ઇક્કો કાર્ડિયોગ્રાફી મેમોગ્રાફી, આંખ, ગાયનેક સહિતના રોગોની તપાસ અને નિદાન ફ્રીમાં કરવામાં આવ્યું. આ સાથે કેમ્પમાં સગર્ભા મહિલાઓને ચણા, ગોળ અને ખજૂર આપવામાં આવ્યો હતો.
આ અવસરે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, અસારવા વિધાનસભાના ધારાસભ્યશ્રી દર્શનાબેન વાઘેલા, સર્વે કાઉન્સિલર શ્રીઓ, અનુસૂચિત જાતિ મોરચો સભ્યો, ડોક્ટર સેલના સભ્યો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.