અનન્યા પાંડેએ બટરફ્લાય ટોપ પહેરીને આપ્યા કિલર પોઝ
મુંબઈ, બોલિવૂડ સ્ટાર અનન્યા પાંડેએ પેરિસ હાઉતે કોચર વીક ૨૦૨૪માં ધમાકેદાર એન્ટ્રી મારી હતી. અદાકારની આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઇ. જો કે ફેશન ઇવેન્ટથી હાલમાં એક્ટ્રેસે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
આ તસવીરો હાલમાં ઇન્ટરનેટ પર વાયુવેગે વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે અનન્યા પાંડેએ બટરફ્લાય ટોપ પહેર્યુ છે.
અદાકારની આ તસવીર જોઇને તમે પણ વિચારમાં પડી જશો. બટરફ્લાય ટોપની સાથે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે એક્ટ્રેસ ગળામાં કોઇ નેકલેસ પહેર્યો નથી. એક્ટ્રેસે હેર પણ ઓપન રાખ્યા નથી. આ સાથે મેક અપ એટલો મસ્ત કર્યો છે કે અનન્યા પાંડનો લુક મસ્ત લાગી રહ્યો છે.
આમ વાત કરવામાં આવે તો એક્ટ્રેસની આ તસવીરો જોઇને ફેન્સ ઉર્ફી સાથે કમ્પેર કરી રહ્યા છે. ઉર્ફી જાવેદ પોતાની સ્ટાઇલ અને ફેશનને લઇને હંમેશા ચર્ચામાં અને છવાયેલી રહેતી હોય છે. જો કે ઉર્ફીની ફેશન કંઇક અલગ જ હોય છે. અનન્યા પાંડે પેરિસમાં યોજાયેલ ફેશન ઇવેન્ટમાં બટરફ્લાય ટોપ પહેરીને પહોંચી હતી. આ ટોપ પહેરીને એક્ટ્રેસે એકથી એક ચઢિયાતા પોઝ આપીને લોકોને ખુશ કરી દીધા છે.
દરેક પોઝમાં એક્ટ્રેસની કાતિલ અદાઓ તમે જોઇ શકો છો. કાતિલ અદાઓ જોઇને ફેન્સે જાતજાતની કોમેન્ટ્સ કરી છે. આ તસવીરોને ફેન્સે ઉર્ફી જાવેદ સાથે કમ્પેર કરી છે. અનન્યા પાંડેની આ તસવીરો જોઇને એક યુઝર્સ કોમેન્ટ કરતા લખ્યુ છે કે ઉર્ફી જાવેદનું કરિયર ખતમ થઇ ગયુ. જો કે આવી અનેક પ્રકારની કોમેન્ટ્સ ફેન્સે કરી છે. એક્ટ્રેસે એક ફેમસ ડિઝાઇનર માટે આ લુક કેરી કર્યો હતો.
આ તસવીરો શેર કરીને એક્ટ્રેસે ડિઝાઇનરને ધન્યવાદ કહ્યુ છે. જો કે એક્ટ્રેસ આ તસવીરોમાં ખૂબ મસ્ત લાગી રહી છે. આ તસવીરે દરેક લોકોનું ધ્યાન ખેંચી લીધુ છે. તમે જોઇ શકો છો અનન્યા પાંડેએ આ ડ્રેસની સાથે જાળી પણ પહેરી હતી. આ ફેશન ઇવેન્ટમાં એક્ટ્રેસ ખૂબ યુનિક લુક કેરી કર્યો હતો. આ તસવીરો જોઇને લોકો એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે.SS1MS