ઉનાવા યાર્ડમાં કપાસની આવકમાં ઘરખમ વધારો
મહેસાણા, ઉત્તર ગુજરાતમાં આવેલું ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ,તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે. ૮ ફેબ્રુઆરીનાં મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળ્યો છે. યાર્ડમાં કપાસની ૨૩૭૫ મણ આવક થઈ હતી.
નીચો ભાવ ૧૦૭૫ અને ઊંચો ભાવ ૧૪૭૧ પ્રતિ મણ નોંધાયો હતો. આવકમાં વધારો થયો છે. સાથે ભાવમાં પણ ૨૦ રૂપિયા જેટલો વધારો નોંધાયો છે.
છેલ્લા અઠવાડિયામાં કપાસની આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ છેલ્લા બે દિવસથી કપાસની આવકમાં બે ગણો વધારો નોંધાયો છે અને ૨૩૭૫ મણની આવક નોંધાઇ છે અને તેના ભાવમાં ગયા અઠવાડિયા કરતા ૨૦ રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.
ઉત્તર ગુજરાતના લગભગ દરેક માર્કેટ યાર્ડમાં સૌથી વધારે આવક એરંડાની આવતી હોય છે. ઉનાવા માર્કેટ યાર્ડમાં એરંડાની ૪૭૫ બોરીની આવક થઈ હતી. જેનો ખેડૂતોને ૧૦૯૧ રૂપિયાથી લઈને ૧૧૪૫ રૂપિયા ભાવ મળ્યો હતો. છેલ્લા અઠવાડિયાથી ભાવમાં ૭૦ નો ઘટાડો જોવા મળ્યો છે.
એરંડાની આવકમાં ઘટાડો નોંધાયો છે. ઉનાવા માર્કેટ યાર્ડના ચેરમેન રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, માર્કેટ ઉઘડતાની સાથે જ નવા કપાસની હરાજી શરૂ કરાઈ હતી.
માર્કેટ યાર્ડમાં કપાસની ૨૩૭૫ મણની આવક નોંધાઇ હતી. કપાસમાંથી તૈયાર કરાતી ગાંસડીના ભાવમાં થયેલા ઘટાડાના કારણે કપાસના ભાવમાં ઘટાડો જોવા મળતો હોય છે. પરંતુ છેલ્લા અઠવાડિયાથી કપાસનાં ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે. કપાસનાં ભાવમાં ૨૦ નો વધારો નોંધાયો છે.SS1MS