ઉત્તરાખંડ: પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરાયો હતો
સમગ્ર તોફાન પૂર્વ આયોજીતઃ મિલકતો સળગાવનાર પાસેથી રૂપિયા વસૂલ કરાશેઃ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની મુખ્યમંત્રી ધામીની ચેતવણી
હલ્દવાની, ઉત્તરાખંડના હલ્દવાની જિલ્લાના વનભૂલપુરામાં મલિકના બગીચામાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા ગયેલી પોલીસ અને અધિકારીઓ પર પથ્થરમારો અને હુમલા બાદ ફાટી નીકળેલી હિંસામાં કુલ ૬ લોકોના મોત થયા છે. જ્યારે ૨૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ગત ગુરુવારે મદરેસા અને ધાર્મિક સ્થળોને તોડી પાડવાને લઈને ભારે હોબાળો થયો હતો.
રોષે ભરાયેલા ટોળાએ વનભૂલપુરા પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. તણાવને જોતા જિલ્લાની તમામ દુકાનો બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. હિંસાગ્રસ્ત વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, તમામ શાળાઓ આજદિન સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર હલ્દવાણી શહેરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.
The injured policeman in Haldwani said in front of the camera that the people who pelted stones had also come from Bareilly.#HaldwaniIsBurning#हल्द्वानी #HaldwaniRiots pic.twitter.com/sb0Gbc5QWf
— Jagdish Kushwaha (@Jagdishkush108) February 9, 2024
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ આજે ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓની મુલાકાત લીધી હતી. અને જણાવ્યું હતું કે, સમગ્ર તોફાન પૂર્વઆયોજીત હતું અને તેમાં પોલીસકર્મીઓને જીવતાં સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમામ ફૂટેજો આધારે આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરાશે અને જે તોફાનીઓએ મિલ્કતોને નુકસાન પહોંચાડ્યું છે તેમની પાસેથી જ ખર્ચ વસૂલવામાં આવશે.આ સિવાય રમખાણો ફેલાવનારા ગુનેગારો વિરુદ્ધ ેંછઁછ હેઠળ કેસ નોંધવામાં આવશે.
ઉત્તરાખંડના હલ્દવાનીમાં થયેલી હિંસા પર ડીએમ વંદના સિંહે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, નજીકની છત પરથી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પેટ્રોલ બોમ્બથી વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે નોટિસ આપવામાં આવી હતી, ત્યારે પથ્થરો ન હતા. ઝ્રઝ્ર્ફ દ્વારા તોફાનીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેણે જણાવ્યું કે, પોલીસ સ્ટેશનની અંદર પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસકર્મીઓને પોલીસ સ્ટેશનની બહાર જવા દેવામાં આવ્યા ન હતા. પોલીસ સ્ટેશનના રેકોર્ડ રૂમને પણ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી તમામ રેકોર્ડ બળી ગયા હતા. ત્રણ દિવસ પહેલા અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક જ મિલકતને નિશાન બનાવવામાં આવી નથી. તમામ સ્થળોએ અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
તેમણે કહ્યું કે, ગેરકાયદેસર મસ્જિદ અને કબરનું કાયદાકીય દસ્તાવેજોમાં કોઈ અÂસ્તત્વ નથી. આ જમીન મહાનગરપાલિકાની છે. તેને પહેલેથી જ નોટિસ આપવામાં આવી હતી. આ ખરેખર ૨૦૦૭ નો ઓર્ડર હતો. અમારી તરફથી તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું. જે પણ માળખું હતું, તે ગેરકાયદેસર હતું. ઘાયલોમાં અનેક પોલીસકર્મીઓ, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ પોલીસ ટીમ સાથે મળીને સરકારી જમીન પર બનેલી મદરેસા અને મસ્જિદને તોડી પાડવામાં આવતા હોબાળો થયો હતો. મલિકના બગીચા વિસ્તારમાં ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદ બનાવવામાં આવી હતી. હાલ પોલીસ, પીએસી અને અર્ધલશ્કરી દળો જિલ્લામાં મોરચો સંભાળી રહ્યા છે. વહીવટીતંત્ર ગુરુવારે રાતભર તોફાનીઓની ઓળખ કરવામાં વ્યસ્ત રહ્યું હતું. હિંસા બાદ સીએમ પુષ્કર ધામીએ હલ્દવાનીના વનભૂલપુરામાં ગેરકાયદે બાંધકામ હટાવવા દરમિયાન પોલીસ અને વહીવટી અધિકારીઓ પર હુમલાની ઘટનાને ગંભીરતાથી લીધી છે. તેમણે અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાણભૂલપુરાના ઈÂન્દરા નગર વિસ્તારમાં મલિકના બગીચામાં બનેલી ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદને મહાનગરપાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીનની મદદથી તોડી પાડવામાં આવી હતી. માહિતી અનુસાર, આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર પંકજ ઉપાધ્યાય, સિટી મેજિસ્ટ્રેટ રિચા સિંહ, ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પરિતોષ વર્મા અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર હતા. કાર્યવાહી શરૂ થતાંની સાથે જ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત રોષે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓ કાર્યવાહીનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા.