સુરત સિવિલની લોબીમાં જ મહિલાની પ્રસુતિ કરી બાળકને નવજીવન અપાયું
નર્સિગ સ્ટાફ અને સફાઈ કામદાર બહેનોએ સાડી અને ઓઢણીથી પ્રસુતાને કોર્ડન કરી પ્રસુતિ કરાવી
સુરત, નવી સિવીલ હોસ્પિટલની ટીમની ત્વરીત સુઝબુઝથી નવસારી બજારની ખાતે રહેતા પ્રસુતા માતા પુનમ રાઠોડ અને નવજાત બાળકને નવજીવન મળ્યું હતું. ચેકઅપ માટે આવેલી આ સગૃભા મહીલાને લેબર પેઈન થતા સીવીલના ઓર્થોપેડીક વિભાગની બહાર જ અસહ્ય પીડા સાથે બેભાન થઈ હતી. જયાં નસીગ અગ્રણી અને ઈમરજન્સી વોર્ડના ઈન્ચાર્જ ઈકબાલ કડીવાલા તાત્કાલીક દોડી આવ્યા હતા.
અને સુઝબુઝથી નર્સીગ બહેનો અને સફાઈ કર્મચારી બહેનોને બોલાવી સાડી-દુપટ્ટાથી પ્રસુતાને કોર્ડન કરી હતી ત્યારબાદ તાત્કાલીક ગાયનેક તબીબને બોલાવી પ્રસુતી કરાવી હતી અને મહીલાને જીવના જોખમથી ઉગારી હતી. જન્મ સમયે બાળક રડતું ન હોવાથી નવજીવન મળ્યું હતું. હાલ નવજાત બાળકને અને માતા બંને સ્વસ્થ છે.
નસીગ કાઉન્સીલના ઉપપ્રમુખ અને સીવીલના ઈમરજન્સી વોર્ડના ઈન્ચાર્જ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, પ્રસુતીને ચેકઅપ દરમ્યાન પ્રસુતીની પીડા ઉપડી હતી દુખાવો અસહ્ય બની જતા તેઓ ઓર્થો વિભાગની બહાર જ બેસી ગયો હતો. તેમની સાથે આવેલા સાસુ લેબર વોર્ડમાં જઈ ડોકટરને બોલાવવા ગયા બે દરમ્યાન મારી નજર અચાનક ઓર્થો વિભાગને બહાર કણસી રહેલી આ મહીલા પર પડી હતી.
તરત જ નર્સીગ બહેનોએ બોલાવી હતી. આ દરમ્યાન મહીલા બેભાન હતા અને બાળકોનો જન્મ કરાવ્યો હતો. નવજાત બાળક જન્મતા સાથે રડયું ન હતું. જે બાળક માટે જોખમી હતું. પરંતુ સ્ટાફનર્સ હંસાબેન વસાવા બાળકને સ્ટ્રેચર પર લઈ બાળકને થપથપાવતા બાળક રડતું થયું હતું. મેડીકલ કોલેજના ડીન ડો.રાગીણી વર્માને જાણ કરી ગાયનેક વિભાગમાંથી ડો.અંજલીએ પ્રસુતાને તાબડતોબ સારવાર આપી લેબર વોર્ડમાં ખસેડયા હતા.
લેબર રૂમમાં પહોચી શકાય એમ ન હોવાથી રંજનબેન ચૌધરી અને જશોદાબેન ગામીત સહીત સ્ટાફ બહેનો નર્સ બહેનોએ સાડીઓ અને ઓઢણીઓ વડે પ્રસુતાને કોર્ડન કરી સફળ પ્રસુતિ કરાવી હતી.