સલમાન ખાને એક ફોન કર્યો અને ગોવિંદાએ જુડવા ફિલ્મ છોડી દીધી
મુંબઈ, સલમાન ખાન એક એવો બોલિવૂડ સ્ટાર છે જેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, પરંતુ તેના કરિયરમાં એક એવો સમય આવ્યો જ્યારે તેની એક પછી એક ૮ ફિલ્મો ફ્લોપ થઈ. સલમાન ખાનને કામ મળતું બંધ થઈ ગયું હતું અને તે મેકર્સ પાસેથી સારી સ્ક્રિપ્ટની અપેક્ષા રાખતો હતો. ત્યારે સલમાન ખાનનું સ્ટારડમ જોખમમાં હતું,
કારણ કે તેની સતત ૮ ફિલ્મો ‘ક્યૂંકી’, ‘સાવન’, ‘જાન-એ-મન’, ‘સલામ-એ-ઇશ્ક’, ‘મેરીગોલ્ડ’, ‘ગોડ તુસ્સી ગ્રેટ હો’, ’’ હીરો’ અને ‘યુવરાજ’ ફ્લોપ રહી હતી. તે એક હિટ માટે તરસી રહ્યો હતો. પછી તેણે અડધી રાત્રે એક સુપરસ્ટારને ફોન કરીને મદદ માંગી.
સલમાન ખાનના ડૂબતા કરિયરને બચાવનાર એક્ટર ભાઈજાનનો સારો મિત્ર છે. પરંતુ શું તમે જાણો છો કે સુપરસ્ટારને જે ફિલ્મ મળી તે છોડી દેવા માટે સલમાને કહ્યું હતું. આ વાત થોડી વિચિત્ર લાગી શકે છે, પરંતુ આ હકીકત છે.
સલમાનના કરિયરને બચાવનાર એક્ટરે જ આ વાતનો ખુલાસો કર્યો હતો. સલમાન ખાનના ફોન પર ફિલ્મ છોડી ચૂકેલા સુપરસ્ટારે એક સમયે ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું હતું. એક પછી એક સુપરહિટ ફિલ્મોનો હિસ્સો બનતો ગયો, પરંતુ જ્યારે મિત્ર મુશ્કેલીમાં હતો ત્યારે તેણે તેને સાથ આપ્યો અને તેના કરિયરને બચાવવામાં મદદ કરી.
આ એક્ટર બીજુ કોઇ નહીં પરંતુ ચીચી એટલે કે ગોવિંદા જ છે. તેણે જ આ વાત શેર કરી હતી. ગોવિંદાએ ઘણી વખત કહ્યું છે કે કેવી રીતે સલમાને તેને ફિલ્મ ‘પાર્ટનર’માં એન્ટ્રી અપાવી અને તેનું ડૂબતુ કરિયર બચાવ્યું. જ્યારે તે ફિલ્મોમાં પાછો ફર્યો ત્યારે તેની સાથે માત્ર સલમાન ખાન જ ઉભો હતો. બોલિવૂડ હંગામા સાથેના એક ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ ખુલાસો કર્યો હતો કે ૧૯૯૭ની સુપરહિટ ફિલ્મ ‘જુડવા’ માટે સલમાન ખાન મેકર્સની પહેલી પસંદ ન હતો. આ ફિલ્મ ગોવિંદાને ઓફર કરવામાં આવી હતી.
ગોવિંદાએ કહ્યું, ‘હું તે સમયે મારી ગેમમાં ટોપ પર હતો. જ્યારે બનારસી બાબુ નામની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. હું તે સમયે ‘જુડવા’માં પણ કામ કરી રહ્યો હતો. ‘જુડવા’નું શૂટિંગ ચાલતું હતું ત્યારે રાત્રે લગભગ ૨-૩ વાગ્યાની આસપાસ સલમાન ખાને મને ફોન કર્યો અને પૂછ્યું, ‘ચીચી ભાઇ, તમે કેટલી હિટ ફિલ્મો આપશો?’ મેં તેને પૂછ્યું, ‘કેમ, શું થયું? તેણે કહ્યું, તમે હાલમાં જે ફિલ્મ ‘જુડવા’નું શૂટિંગ કરી રહ્યા છો, પ્લીઝ આ પ્રોજેક્ટ છોડી દો અને મને ફિલ્મ આપો, તમારે મને ફિલ્મનો ડાયરેક્ટર પણ આપવો પડશે.
આ ફિલ્મના ડાયરેક્ટર પણ સાજિદ નડિયાદવાલા જ હશે.’ તેથી જે ફિલ્મ ફ્લોર પર ચાલી ગઈ હતી, તેને ત્યાં જ રોકી દેવામાં આવી અને સલમાને પ્રોજેક્ટ પોતાના હાથમાં લીધો. વર્ષ ૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘જુડવા’ ડેવિડ ધવને ડિરેક્ટ કરી હતી.
ફિલ્મનું બજેટ ૬.૨૫ કરોડ રૂપિયા હતું, જેણે બોક્સ ઓફિસ પર ૨૪.૨૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મની સ્ટોરી બે જોડિયા ભાઈઓ, રાજા અને પ્રેમ મલ્હાત્રાની આસપાસ ફરે છે, જે જન્મ સમયે અલગ થઈ ગયા હતા અને ફરી એક થયા પછી, તેઓ સ્થાનિક ગેંગસ્ટર રતનલાલને હરાવવા માટે નીકળે છે, જે મલ્હાત્રા પરિવારનો નાશ કરવા માંગે છે.SS1MS