અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર જોઈ ગદગદ થયો સોનુ નિગમ
મુંબઈ, અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૪ ફેબ્રુઆરીએ અબુધાબીમાં પ્રથમ મ્છઁજી હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યાં છે. જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે. આ વચ્ચે મંદિરના ઉદ્ઘાટન પહેલા બોલીવુડ સિંગર સોનૂ નિગમ અબુધાબી પહોંચ્યા છે. જ્યાં તેમણે પ્રથમ હિન્દુ મંદિરને લઈને પોતાની ભાવના વ્યક્ત કરી છે.
તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વાત કરતા મંદિરને લઈને પોતાની ખુશી જાહેર કરી રહ્યાં છે અને પ્રશંસા કરી રહ્યાં છે. સોનૂ નિગમે વાત કરતા પોતાની ભાવના વ્યક્ત કરી અને કહ્યું- આ અમારૂ સૌભાગ્ય છે કે અમે તેના દર્શન કરી શક્યા. સોનૂ નિગમે કહ્યું- આ મંદિરનું સ્થાન ખુબ ઉપર છે.
તેમણે આગળ કહ્યું- આ ખુબ અદ્વિતીય મંદિર છે, તે કહેવા માટે શબ્દ નથી. અમારૂ સૌભાગ્ય સારૂ છે કે અમે તેના દર્શન કરી શક્યા છીએ અને હવે દુનિયા તેને જોશે. સોનૂ નિગમના આ વીડિયો પર યૂઝર્સ કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
આ પહેલા અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સોનૂ નિગમે પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને આ દરમિયાન ત્યાં તેણે પોતાના પરફોર્મંસથી લોકોનું દિલ જીતી લીધુ હતું.
સાથે આ દરમિયાન સિંગર ખુબ ઇમોશનલ જોવા મળ્યા હતા. તેમણે આ સમયે એએનઆઈ સાથે વાત કરતા કહ્યું હતું કે- અત્યારે કંઈ બોલવા માટે નથી, બસ આ આંસૂ છે. તેમનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. નોંધનીય છે કે સોનૂ નિગમ હંમેશા પોતાના બેબાક અંદાજ અને નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે અને તેમનો આ અંદાજ તેમના ફેન્સને ખુબ પસંદ આવે છે.SS1MS