કરીના કપૂર ખાનનું ધમાકેદાર પફોર્મન્સ જૂઓ “69માં ફિલ્મફેર એવોર્ડ્સ”માં ઝી ટીવી પર-18 ફેબ્રુઆરીએ!
બોલીવુડના ટોચના સેલિબ્રિટી ગુજરાતના ગિફ્ટ સિટીમાં રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા
વર્ષની સૌથી વધુ અપેક્ષિત અને પ્રતિષ્ઠિત એવોર્ડ રાત્રીમાંની એક એવી, ફિલ્મફેરની 69મી આવૃતિએ બધાનું ધ્યાન ખેંચ્યું છે કે, કેમકે ટોચના સેલિબ્રિટી ગુજરાતના ગિફ્ટ સિટીમાં રેડ કાર્પેટ પર જોવા મળ્યા છે. તેને સિનેમાની કલાત્મક અને ટેકનિકલ શ્રેષ્ઠતાને સન્માનિત કરી અને એવોર્ડ નાઈટ દરમિયાન અસંખ્ય દિગ્ગજ કલાકારો, ફિલ્મ મેકર્સ અને ટેકનિશિયન્સને પ્રેરણાદાયી સફરને બિરદાવી છે,
આ એવોર્ડ નાઇટ દરમિયાન હિન્દી ફિલ્મ ઉદ્યોગના કેટલા જાણિતા નામોએ તેમનું જોરદાર પફોર્મન્સ આપ્યું. બધાની આંખો ઝી ટીવી પર મંડાયેલી છે, કેમકે પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ્સ આ નેટવર્ક પર પ્રસારિત થશે. 69માં ફિલ્મફેર એવોર્ડ્સ 2024 પ્રસારિત થશે 18મી ફેબ્રુઆરી રાત્રે 9 વાગ્યાથી ઝી ટીવી, ઝી અનમોલ, ઝેસ્ટ, ઝીંગ પર.
સિતારાથી સજેલી સાંજમાં ઘણી મનોરંજનની ક્ષણો હતી, ત્યારે બધાની ચહિતી કરીના કપૂર ખાનએ લાઈવ શો દરમિયાન દરેકના દિલ જીતી લીધા. વિશાળ મોર આકારના પ્રોપ સાથે બેબો એ પર્પલ અને ઓરેન્જ રંગના ઘાઘરા ચોલી સાથે ભવ્ય પ્રવેશ કરીને અભિનેત્રીએ બોલિવૂડના પ્રસિદ્ધ ગીત – ઢોલી તારો ઢોલ બાજે, શુભારંભ અને ઢોલિડા પર થીરકતી જોવાની મજા જ કંઈક અલગ હતી.
કરીનાએ કહ્યું કે, “ફિલ્મફેરએ અમારા જીવનનો હિસ્સો છે, અમે તેની સાથે મોટા થયા છીએ અને એવોર્ડ શોમાં પફોર્મ કરવાની હંમેશા મજા આવે છે. એવોર્ડ સમારંભ ગિફ્ટ સિટીમાં આયોજિત હોવાથી મારા પફોર્મન્સમાં ગુજરાતના રંગોને જીવત કરીને મને ખૂબ જ મજા આવી. હવે, ઝી ટીવી પર 18મી ફેબ્રુઆરીના રોજ આ શો પ્રસારિત થશે ત્યારે મારા ચાહકોના પ્રતિસાદ જોવા માટે ઉત્સુક છું!”
કરીનાના પફોર્મન્સએ સિતારાથી ભરેલા વાતવરણને રોશન કર્યું હતું ત્યારે, પોતાના ચહિતા સેલિબ્રિટીને બોલિવૂડના જાણિતા ગીતો પર પફોર્મ કરતા જોવા અને શો દરમિયાન કેટલીક મસ્તી અને ગેમ્સ રમતા જોવા દર્શકો માટે એક ટ્રીટ બની રહેશે.